માસ્ટર સ્ટ્રોક:આ એક સવાલ પૂછ્યો અને PI દેસાઈનો પરસેવો છૂટ્યો

વડોદરાના સૌથી ચકચારી કેસ PI અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મર્ડર મિસ્ટ્રીને ઉકેલી નાખી હતી. સ્વીટી પટેલના પતિએ એટલે કે વડોદરાના SOG PI અજય દેસાઇએ સ્વીટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સૌથી ચકચારી કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે થોડા જ સમયમાં ઉકેલી નાખ્યો છે. આ કેસ મામલે પહેલા અનેક ખુલાસાઓ થયા છે. હાલ તો અજય દેસાઇની કેટલીક વિગત બહાર આવી રહી છે. તપાસમાં અનેક ઘટસ્ફોટ થઇ રહ્યા છે.

પોલિસ તપાસમાં અનેક વિગતો બહાર આવી રહી છે. અજય દેસાઇનો FSL દ્વારા SDS ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારે જ તેને સવાલ પૂછવા પર પરસેવો છૂટતા આ ઘટનાની મિસ્ટ્રી ઉકેલાઇ ગઇ હતી. અજય દેસાઇના પરસેવાના આધારે FSLમાં ટેસ્ટ કરાયો હતો અને તેને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ તેને એક સવાલ એવો પૂછવામાં આવ્યો કે તે સ્વીટીને છેલ્લે કયારે મળ્યો હતો ત્યારે તેનો પરસેવો છૂટ્યો અને તે શંકાના દાયરામાં આવી ગયો અને તે પરથી જ તેણે હત્યા કરી હોવાની વાત સાબિત થઇ.

FSLને શંકા ગઇ હતી અને તેને આધારે નાર્કો ટેસ્ટનું પ્રપોઝલ મૂકવામાં આવ્યુ, જો કે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ કરાવવાની ના કહી હતી. FSLના એક જ સવાલથી અનેક રાઝ ખુલ્યા હતા અને પછી અજયનો પોલીગ્રાફ ટેસ્ટ પણ શંકા ઉપજાવે તેવો હતો અને તે બાદ જ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઇ હતી. આ બાબતે વધુ એક ખુલાસો થયો છે.સ્વીટીની લાશને સળગાવવા માટે ખાસ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેને હોટલની પાછળ દાટી દેવામાં આવી હતી.

સ્વીટી પટેલની હત્યા પહેલા PI દેસાઈએ મિત્ર અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાત સાંભળીને કિરીટસિંહ પહેલા તો ચોંકી ગયા હતા, પરંતુ બાદમાં મિત્ર અજયને મદદ કરવાની તૈયારી બતાવી હતી. 4 જૂનની રાત્રે અજય અને સ્વીટી પટેલ વચ્ચે લગ્નની વાતને લઇને ઝઘડો થયો હતો અને રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ અજય દેસાઇએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધુ હતુ.

તે બાદ તેની લાશને ઉપરના રૂમમાં મૂકી દીધી અને તે બાદ આખી રાત લાશને ત્યાં જ રાખવામાં આવી હતી અને બીજા દિવસે અજાણ્યો બની તેની કાળા કલરની કંપાસ જીપને ઘર સુધી લાવી તેમાં લાશ મૂકી દેવામાં આવી. સ્વીટીનો કોઇ સંપર્ક ન થતા તેનો ભાઇ ત્યાં પહોંચ્યો અને પીઆઇ ગભરાઇ ગયા ત્યારે સ્વીટીના ભાઇને કહ્યુ કે હાલ તો બાળક ઘરમાં છે તેનું ધ્યાન રાખો હું સ્વીટીને શોધવા જઉં છુ.

પીઆઇ અને સ્વીટી પટેલ બંને વર્ષ 2015માં સંપર્કમાં આવ્યા અને તે બાદ વર્ષ 2016માં તેમણે મંદિરમાં હાર પહેરાવી સાથે રહેવાનું શરૂ કર્યુ. આ બાદ પીઆઇએ વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા અને તે બાદ સ્વીટી ગર્ભવતી થઇ જો કે તેને 5 મહિનાનો ગર્ભ થયો ત્યા સુધી પીઆઇને જાણ ન હતી. બંને વચ્ચે ઝઘડા થયા અને ત્યારબાદ દીકરાનો જન્મ થયો જેનું નામ અંશ છે.

ક્રાઇમ બ્રાચની તપાસમાં સામે આવ્યુ છે કે PIએ એક મહિના પહેલા જ સ્વીટીની હત્યાનો પ્લાન કર્યો હતો. આ માટે કિરીટસિંહ જાડેજાને કહ્યુ કે મારી એક બહેન લગ્ન વગર જ માતા બની ગઇ છે અને તેને મારી નાખવી છે અને તે બાદ કિરીટસિંહ જાડેજાએ પોતાની હોટલ પાસે પડેલી અવાવરૂ ફાર્મની જગ્યામાં લાશ સળગાવી અને પુરાવાને નાશ કરવાનું નક્કી કર્યુ.

Shah Jina