સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયા સ્થિત દીકરાએ શેર કરી ભાવુક પોસ્ટ, કહ્યુ- મમ્મીને અમાનવીય મોત દેનારને…

ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા સ્વીટીના લાડલા દીકરાએ જુઓ શું શું કહ્યું

વડોદરાનો ચકચારી PI અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલનો કેસ આખરે ઉકેલાઈ જ ગયો. સ્વીટીનો પતિ પીઆઇ અજય દેસાઈ જ સ્વીટીનો હત્યારો નીકળ્યો અને આખરે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. ત્યારે સ્વીટીની હત્યા અને અજય દેસાઈને જેલ થયા બાદ સ્વીટી પટેલનો બે વર્ષનો દીકરો નિરાધાર બની ગયો હતો. ત્યારે હવે સ્વીટી પટેલના બે વર્ષના દીકરા અંશ દેસાઈની જવાબદારી અજય દેસાઈની પહેલી પત્ની પૂજાએ સ્વીકારી લીધી છે.

ત્યારે આ ઘટના બાદથી સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયા સ્થિત દીકરાએ તેની માતાની જેણે હત્યા કરી છે તેને સજા મળે તે માટે જસ્ટિસ ફોર મોમ નામનું પેજ શરૂ કર્યુ હતુ, અને હવે દીકરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં લખવામાં આવ્યુ છે કે, 2 વર્ષનું એક નિર્દોષ બાળક સૂતુ હતુ અને ત્યાં મારી માતા એટલે કે સ્વીટી પટેલની અજય દેસાઇ દ્વારા હત્યા કરી દેવામાં આવી અને બાદમાં લાશનો નિકાલ કરી દેવામાં આવ્યો.

તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતુ કે, છેલ્લા ઘણા દિવસથી અમે સંપર્કમાં નથી પણ અમે માનસિક રીતે તૈયાર નહોતા અને સમયને થોડો સમય આપવા માંગતા હતા. જે લોકોએ અમને અત્યાર સુધી સાથ આપ્યો છે અને અમારા અવાજને સાચા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે એ લોકોને અમારા દિલથી નમન. મીડિયાનો ફાળો પણ ખૂબ મોટો રહ્યો છે. અમે ગુજરાત પોલીસ અને ભારતની કાનૂન વ્યવસ્થાને પણ ખુબ આભારી છીએ.

આગળ આ પોસ્ટમાં લખ્યુ હતુ કે, આપ સૌએ સચ્ચાઈ શોધવામાં અમારી ખુબજ મદદ કરી છે. હવે એનાથી મોટી મદદની જરૂર છે. મારી મમ્મા ને આવી અમાનવીય મૌત આપવા વાળા ને, અમારા ૨ વર્ષના નિર્દોષ ભાઈ અંશને એની માંથી અલગ કરી દેનારને કડક સજા મળે એવો અમારો ધ્યેય છે. પોલીસ એનું કામ કરી જ રહી છે, તેમ છતાં આપ સૌનો સાથ જોઈશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીઆઈ દેસાઈના ચાર મિત્રો અને અટાલીની વૈભવ હોટલના સ્ટાફ સહિત કુલ 8 વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં પીઆઈ દેસાઈની વૈભવ હોટલમાં સ્વિટી પટેલની ગુમ થયાના સમાચારના દિવસોમાં હાજરી હોવાનું સ્પષ્ટ થયું હતું.

Shah Jina