PHOTOS લેવાના શોખીનો ચેતી જોજો: દીવમાં આ ભાઈને મળ્યું ખતરનાક મોત આંખ ઉઘાડનાર કિસ્સો

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં કોઇ વ્યક્તિ સેલ્ફી લેવાના ચક્કરમાં મોતને ઘાટ ઉતરી જતુ હોય છે. ઘણીવાર એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં અનેક લોકોએ સેલ્ફીના ચક્કરમાં પોતાના જીવ ગુમાવ્યા છે. આમ છત્તાં પણ કોઇ પ્રવાસન સ્થળો પર કે કોઇ જાહેર સ્થળો પર લોકો એવી એવી જગ્યાએ સેલ્ફી લેવા જતા હોય છે જેને કારણે તેઓ પોતાની જાતને મોતના મુખમાં ધકેલી દેતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ દીવના નાગવા બીચ પરથી સામે આવ્યો છે. જેમાં એક યુવક સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં ડૂબી ગયો અને તેનું કરુણ મોત નિપજ્યુ.

ઘટનાની વિગત તપાસીએ તો ,સુત્રાપાડા જીએચસીએલ કંપનીમાં નોકરી કરતા 6 મિત્ર રજા હોવાને કારણે કાર લઈને દીવ ફરવા માટે આવ્યા હતા અને બપોરના 4 વાગ્યાની આસપાસ નાગવા બીચ નજીક આવેલા ખડકની ટેકરી પરથી સમુદ્રના મોજા સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક જ ઊંચું મોજું આવ્યુ અને 38 વર્ષિય સુત્રાપાડાના યુવાન કે જેમનું નામ દુર્ગા પ્રસાદ હતુ અને તેઓ દરિયાના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ વાતની જાણ થતાં નાગવાની સ્પીડ બોટ અને ફાયર સ્ટાફની મદદ લેવામાં આવી અને યુવાનને દરિયાના પાણીમાંથી બહાર કાઢી તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે, ત્યાં હાજર ડોક્ટર દ્વારા તે યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ મૃતકની પત્નીને કરવામાં આવી હતી. મૃતકને બે બાળકો છે. જેમણે પિતાની છત્રછાયાં ગુમાવી દીધી છે. આ ઘટનાની જાણ થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ બનાવને લઈ નાગવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina