ભાઈએ ટિફિનમાં રાખી ફોડ્યો સૂતડી બોમ્બ, બાજુમાં વીડિયો ઉતારતી બિચારી બહેનનું થયું ડરામણું મૃત્યુ, સુધરી જજો મુર્ખાઓ હવે…

હાલમાં દેશભરમાં દીવાળીની જોરદાર ધૂમ મચેલી છે. પરંતુ દીવાળીમાં કેટલીકવાર એવા એવા અકસ્માત પણ થતા હોય છે કે સાંભળી અથવા જોઇ આપણુ હ્રદય પણ કંપી ઉઠે. હાલમાં એક ખબર સામે આવી છે મધ્યપ્રદેશના મંદસૌરમાંથી. જ્યાં એક ઘરમાં દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. અહીં સ્ટીલના ટિફિનમાં ફટાકડા ફોડતાં ફાર્મસીની વિદ્યાર્થીનીના પેટમાં ટિફિનનો ટુકડો ઘૂસી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.

આ દર્દનાક અકસ્માત મંદસૌરના ભાવગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરજુ ગામમાં થયો હતો. અહીં બુધવારે ગોવર્ધનલાલ માળી નામના ખેડૂતના ઘરે ગોવર્ધન પૂજા હતી. પૂજા પછી 20 વર્ષિય પુત્રી ટીનાએ નાના ભાઈ સાથે મળીને ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. ભાઈ સ્ટીલના ટિફિનમાં સૂતળી બોમ્બ ફોડવા માંડ્યો. ટીના તેનો વીડિયો બનાવી રહી હતી. આ દરમિયાન બોમ્બના વિસ્ફોટ સાથે સ્ટીલના ટિફિનનો ધારદાર ભાગ ટીનાના પેટમાં ઘૂસી ગયો.

ટીના ત્યાં લોહીલુહાણ થઈ ગઈ. તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યુ કે, ટીના મંદસૌરની એક ખાનગી કોલેજમાંથી ફાર્મસી કરતી હતી. અભ્યાસની સાથે તે બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. ટીના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી.

સોશિયલ મીડિયા પર ફટાકડાને લઈને અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. તેથી, ફટાકડા ફોડતી વખતે ઘણી સાવચેતી રાખવી જોઈએ. સાથે જ વડીલોની દેખરેખમાં સુતડી બોમ્બ ફોડવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે, સૂતળી બોમ્બ અથવા મોટા વિસ્ફોટક ફટાકડા પર કોઈપણ વસ્તુ અથવા બોક્સને ઢાંકવું જોઈએ નહીં. કારણ કે જો વિસ્ફોટમાં ઢંકાયેલ બોક્સના ટુકડા થઈ જાય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Shah Jina