મોડી રાતે રસ્તા વચ્ચે આ વ્યક્તિને ગળે મળતી જોવા મળી હ્રતિક રોશનની પૂર્વ પત્ની, સામે આવ્યો વીડિયો

બોલીવુડના હેન્ડસમ અભિનેતા એવા હ્રતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝૈન ખાને વર્ષ 2013માં છૂટાછેડા લીધા હતા. બંનેએ લગ્નના 13 વર્ષ પછી આ નિર્ણય લીધો હતો, જેના પછી બંને પોત પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે. જો કે અલગ થયા પછી પણ બંને એકબીજાના સારા એવા મિત્રો છે અને ઘણા અવસર પર બંનેને એકસાથે જોવામાં આવે છે. બંને પોતાના બંને દીકરાઓને લીધે એકબીજાને મળતા રહે છે અને દીકરાઓ સાથે વેકેશન પર જતા જોવા મળે છે.આજે પણ લોકો સુઝૈન-હ્રતિકની જોડીને ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by instafeed India (@instafeed24x7)

સુઝૈન ખાન પોતાના પર્સનલ જીવનને લીધે ખુબ લાઇમલાઇટમાં રહે છે. એવામાં તેનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકો હેરાન રહી ગયા છે. ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના એકાઉન્ટ પર સુઝૈનનો વિડીયો શેર કર્યો છે. સુઝૈન ગત દિવસોમાં બાંદ્રામાં મોડી રાતે પાર્ટી દરમિયાન મિત્રોની સાથે સ્પોટ થઇ હતી. જેમાં પાર્ટી પૂર્ણ થયા પછી સુઝૈન ગાડીમાં જતા પહેલા દરેક મિત્રોને બાય કહે છે પણ તે પોતાના ખાસ મિત્ર અર્સલાન ગોનીને અલગ અંદાજમાં ગુડબાય કહે છે તે જોઈને માનવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાની ખુબ જ નજીક છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જતા પહેલા સુઝૈન બે વાર અર્સલાનને ગળે લગાડે છે અને ગાડીમાં બેસીને પણ અર્સલાનને જોતી રહે છે અને ફ્લાઈંગ કિસ પણ આપે છે. અર્સલાન પણ કેમેરાની પરવાહ કર્યા વગર સુઝૈન પર પ્રેમ લૂંટાવતો જોવા મળ્યો હતો.બંનેએ આ સમયે બ્લેક કલરના આઉટફિટ પહેરી રાખ્યા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે,’એવી રીતે મળી રહી છે જાણે દેશ છોડીને જઈ રહ્યો હોય’.અમુક યુઝર્સ સુઝૈનને શેમિંગ પણ કહી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે,’કેવા લોકો છે આપણી સંસ્કૃતિને બરબાદ કરી રહ્યા છે’.અન્ય એક યુઝરે લખ્યું કે,”હ્રતિક બીજાની પાસે અને સુઝૈન બીજાની પાસે. અમુક લોકો બંનેની બોન્ડિંગ ખુબ પસંદ કરી રહ્યા છે.જણાવી દઈએ કે સુઝૈન અને અર્સલાનની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

માનવામાં આવી રહ્યું છે કે બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પણ બંનેમાંથી કોઈએ આ બાબત વિશેનો ખુલાસો કર્યો નથી. બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે સ્પોટ થાય છે. અર્સલાન બિગબોસના કન્ટેસ્ટંટ રહી ચૂકેલા અલી ગોનીનો ભાઈ છે. અર્સલાન ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘મૈ હીરો બોલ રહા હું’ માં જોવા મળી શકે તેમ છે. જ્યારે સુઝૈન ઇન્ટિરિયર ડિઝાઈનર છે અને મલાઈકા અરોરા અને બિપાશા બાસુ સાથે દ લેબલ લાઈફ બ્રાન્ડ ચલાવે છે.

Krishna Patel