મૃત્યુ પામેલી દીકરીને જીવતી જોઈ બાપ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો, લાડલી દીકરીને અડીને જોયું પછી કહ્યું- તું મારા માટે તુ મરી ચૂકી છો

દીકરીના લફરાને લીધે બાપ ફસાયો, કળયુગમાં ચેતી જજો આવી દીકરીઓથી…ફિલ્મોને પણ ટક્કર આપે એવી સ્ટોરી…વાંચતા જ ધ્રુજી ઉઠશો

છેલ્લા ઘણા સમયથી ઘણી એવી  ઘટનાઓ સામે આવે છે જેને જાણીને આપણે પણ ચોંકી ઉઠીએ, વર્ષ 2001ની અંદર ગોરખપુરમાં એક ઘટના બની હતી, શિખા દુબે હત્યાકાંડ. જેને લોકોને પણ હેરાન કરી નાખ્યા હતા. જેને લોકો મૃત સમજી રહ્યા હતા તે પોતાના પ્રેમી સાથે સોનભદ્રમાં રહેતી હતી.

representative image

તો બીજી તરફ ગોરખપુરની અંદર બીજી કોઈ મહિલાની લાશને પોતાની દીકરી સમજીને એક પિતાએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.  થોડા સમય પહેલા જ્યારે તે સામે આવી ત્યારે તેના પિતા પ્રકાશ દુબે તેને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને તેના ગાલનો સ્પર્શ કરીને એ વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે તે જીવતી છે. પરંતુ  થોડા જ સમય બાદ તેમને પોતાની મોહમાયા ત્યજીને કહ્યું: “આ મારી દીકરી છે, પરંતુ  મારા માટે મારી ગઈ છે.”

આ સમગ્ર ઘટના છે 11 જૂન, 2011ની. ગોરખપુર સિંઘડિયામાં એક યુવતીની લાશ મળી હતી. તેના કદ કાઠી અને ઉંમરથી જાણવા મળ્યુ હતું કે તે એન્જીયરીંગ કોલેજના કમલેશપુરમ કોલોની વિસ્તારમાંથી ગાયબ થયેલી છોકરી શિખા દુબેની છે. આ લાશની ઓળખ માટે તેના પિતાને બોલાવવામાં આવ્યા હતા, પરિવારના સભ્યો અને સંબંધીઓ પણ આવ્યા અને તેમને પણ માન્યું કે આ લાશ શિખાની જ છે.

શિખાની હત્યા મામલામાં શિખાના પિતા રામ પ્રકાશ દુબેએ પાડોશી દિપુ પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કેસ દાખલ કર્યો હતો. જ્યારે પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે દિપુ પણ ઘરમાંથી ગાયબ હતો. તપાસ દરમિયાન પોલીસને સમાચાર મળ્યા કે આરોપી દીપુ સોનભદ્રમાં છે. સોનભદ્ર પહોંચતા જ પોલીસ ટીમ સામે એક આશ્ચર્યજનક સત્ય સામે આવ્યું. ત્યાં ફક્ત દીપુ જ નહીં, શિખા પણ હાજર હતી.

ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી અને તેમને ગોરખપુર લઇ આવી હતી. અહીં આવ્યા પછી શિખાએ એક એવી વાર્તા પોલીસને સંભળાવી કે પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું કે તે પાડોશી દિપુ યાદવ (26)ના પ્રેમમાં પડી ગઈ હતી. બંનેને ખબર હતી કે તેમના પરિવારના સભ્યો આ સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય. આવી સ્થિતિમાં બંનેએ ઘર છોડીને પોતાના પરિવારજનોથી છૂટકારો મેળવવા ખતરનાક કાવતરું ઘડ્યુ. બંનેએ નક્કી કર્યું કે શિખાની કદ કાઠીની કોઈ મહિલાની હત્યા કરીને તેને શિખાની ઓળખ આપવામાં આવે.

આ ષડયંત્રમાં દીપુનો મિત્ર સુગ્રીવ (35) પણ સામેલ હતો જે એક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હતો. તેને ઘણી વાર સોનભદ્ર જિલ્લામાં જવું પડતું હતુ,જ્યાં તે એક એવી છોકરીને ઓળખતો હતો જેની કદ કાઠી શિખા જેવી હતી. તેનું નામ પૂજા (25) હતું. પૂજા ત્રણ વર્ષની બાળકીની માતા હતી. દીપુ અને સુગ્રીવ તેને ત્રણ હજાર રૂપિયાની નોકરી અપાવવાનાં બહાને ગોરખપુર લઈ આવ્યા હતા.

સુગ્રીવે 10 જૂનની રાત્રે પૂજાને ટ્રક દ્વારા કુડાઘાટ લઈ આવ્યો હતો અને બીજી તરફ શિખા અને દીપુ ઘરથી ભાગીને કુસમ્હી જંગલમાં પહોંચ્યો હતો. જંગલની અંદર જ ટ્રકમાં બેઠેલી પૂજાને શિખાએ તે કપડા પહેરાવી દીધા જે તેણે ઘરેથી ભાગતી વખતે પહેર્યા હતા. આટલું જ નહીં, તેના ગળામાં એક દોરો નાખ્યો હતો જે શિખા હંમેશા પહેરતી હતી.

આ પછી પૂજાની ટ્રકમાં જ હત્યા કરી નાખવામાં હતી. આ હત્યામાં ટ્રક ડ્રાઈવર બલરામ પણ થોડા રૂપિયાના લાલચમાં જોડાઈ ગયો હતો. હત્યા બાદ દરેકે પૂજાના શરીરના ચહેરાને તીક્ષ્ણ હથિયારથી એટલો બગાડી નાખ્યો હતો કે, કોઈ પણ તેને ઓળખી ના શકે. ત્યારબાદ સિંઘડિયા પાસે લાશને ફેંકી દેવામાં આવી હતી.

આ હત્યાના આરોપી બનાવતા પોલીસે શિખા અને દીપુને જેલમાં મોકલી દીધા છે. ત્યારબાદ બંનેને જામીન ઉપર છુટા પણ કરવામાં આવ્યા અને જેલમાંથી બહાર આવ્યા બાદ, તેઓએ લગ્ન કર્યા અને એક અલગ દુનિયામાં સ્થાયી થયા. હાલમાં પણ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

YC