સુસ્મિતા સેનનો લપસ્યો અને ન થવાનું થયું…જુઓ વીડિયો
સુસ્મિતા સેનને બોલિવુડની એક શાલીન અદાકારા માનવામાં આવે છે. તેનુ જીવન એક ખુલ્લા પુસ્તકની જેમ છે. તે કંઇ પણ છૂપાવતી નથી. પર્સનલ લાઇફથી લઇને પ્રોફેશનલ સુધી તે જે પણ કરે છે તે તેની તેના ચાહકોને ખબર રહે છે. અભિનેત્રીના ચહેરા પર કોન્ફિડન્સ હંમેશા નજર આવે છે. તે સમયે પણ તેના ચહેરાથી કોન્ફિડન્સ ન ગયો જયારે તે લગભગ બસ પડવાની જ હતી.
સુસ્મિતા સેનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ એક સ્ટોરથી બહાર નીકળી રહી છે અને તેને એકદમ ઠોકર વાગી જાય છે. સુસ્મિતા સેન પોતાને સંભાળી લે છે. તે કોઇ સ્ટોરમાં આવી હોય છે અને ફોટોગ્રાફર તેને ફોટો માટે કહે છે. ત્યારે તે પોઝ આપવા આવે છે અને એકદમ તેને ઠોકર વાગી જાય છે. આ પર સુસ્મિતા સેન કહે છે કે, અરે બાપ રે, હમણા પડી જતી.
સુસ્મિતા સેન વ્હાઇટ હાઇ અને લો વનપીસમાં જોવા મળી રહી છે. સાથે જ તેની સ્ટાઇલ ઘણી સારી પણ લાગી રહી છે. અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો તે તેની વેબ સીરીઝ આર્યા 2ને લઇને લાઇમલાઇટમાં છે. તે છેલ્લા ઘણા સમયથી પડદા પરથી દૂર છે પરંતુ તેની ગ્લેમરસ પોસ્ટ અવાર નવાર ચર્ચામાં રહે છે. સુસ્મિતા સેને આર્યા વેબ સીરીઝથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ હતુ. ચાહકો સાથે સાથે સેલેબ્સે પણ તેના અભિનયની ઘણી સરાહના કરી હતી અને થીમની ખૂબ પ્રશંસા કરી હતી.
જણાવી દઇએ કે, સુસ્મિતા સેન મોડલ રોહમન શોલને ડેટ કરી રહે છે. રોહમન સુસ્મિતા સેન કરતા લગભગ 15 વર્ષ નાના છે. ત્યાં જ સુસ્મિતા સેનની બે દીકરીઓ સાથે પણ રોહમનની સારી બોન્ડિંગ છે. સુસ્મિતા અને રોહમન જલ્દીથી લગ્ન કરવાના છે એવી ખબરો પણ અવાર નવાર આવતી હોય છે. પરંતુ આ મામલે હજી અભિનેત્રીએ કંઇ કહ્યુ નથી.
View this post on Instagram