બોલીવુડના દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના લાખો ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને આજે પણ સુશાંતની યાદને કોઈ ભુલાવી શક્યું નથી. હાલમાં જ સુશાંતના ફેસબુક પેજ ઉપર તેનું નવું પ્રોફાઈલ પિક્ચર અપલોડ કરવામાં આવ્યું છે જેના કારણે સુશાંતના ચાહકોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે આખરે સુશાંતનું ફેસબુક કોણ ચલાવી રહ્યું છે ?
કારણ કે આપણે બધાએ જોયું છે કે કોઈ વ્યક્તિના નિધન બાદ તેનું પ્રોફાઈલ અપડેટ કરવામાં નથી આવતું.પરંતુ સુશાંતના ઓફિશિયલ પેજ ઉપર તેની એક નવી તસવીર પ્રોફાઈલ પિક્ચરના રૂપમાં લગાવવામાં આવી છે. ત્યારે આજે અમે તમને જણાવીએ કે સુશાંતનુ ફેસબુક પેજ આખરે કોણ ચલાવે છે.
તમને જાણવી દઈએ કે સુશાંતની પીઆર ટિમ આજે પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલને સાચવી રહ્યું છે. જેના કારણે તેમને સુશાંતના પેજ ઉપર તેની નવી તસવીર લગાવી છે. સુશાંતના ચાહકો તેની આ નવી તસવીર જોઈને ખુબ જ ભાવુક પણ દેખાઈ રહ્યા છે અને આ તસ્વીર ઉપર મોટી સંખ્યામાં રિએક્શન આપી રહ્યા છે.