જ્યોતિષ અનુસાર શાસ્ત્ર અનુસાર, અમુક સમયના અંતરે ગ્રહો-નક્ષત્રો પોતાનું સ્થાન બદલે છે, જેની અસર રાશિ પર જોવા મળે છે. ગ્રહ એક સમય બાદ રાશિ પણ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટમાં સૂર્ય ભગવાન પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે જ્યારે બુધ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થઇ રહ્યા છે. જેના કારણે અમુક રાશિઓના સારા દિવસોની શરૂઆત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં બે મિત્ર ગ્રહ બુધ અને સૂર્ય ચાલ બદલવાના છે. જેમાં ગ્રહોનો રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સાથે જ બુદ્ધિ અને વેપારના દાતા બુધ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગ્રહોની ચાલમાં બદલાવથી અમુક રાશિનું ભાગ્ય ચમકશે સાથે જ આ લોકોના કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. તો આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે……
સિંહ રાશિ:
સૂર્ય દેવનું ગોચર અને બુધની વક્રી ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેમજ બુધ ગ્રહ તમારી રાશિથી 12મા ભાવમાં વક્રી રહેશે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે.
આ સમય સિંહ રાશિના જાતકો પૈસા બચાવવામાં સફળ રહેશે. તેઓની યોજનાઓ પણ સફળ થશે સાથે જ આર્થિક રીતે મજબૂત રહેશે. તમે પૈસા બચાવી શકશો. આ સમયે વિવાહિત લોકોનું વિવાહિત જીવન સુખી રહેશે. ઉપરાંત, અવિવાહિત લોકોને આ સમયે લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
કર્ક રાશિ:
સૂર્ય દેવનું ગોચર અને બુધની વક્રી ગતિ કર્ક રાશિના જાતકો માટે અંત્યત શુભ સાબિત થશે, કારણ કે સૂર્ય દેવ કર્ક રાશિથી ધન ગૃહમાં રહેશે સાથે બુધ ગ્રહ પણ આ રાશિથી ઉત્તરાર્ધ ગૃહમાં વક્રી થઇ રહ્યા છે. તેથી આ સમયે નાણાંકીય લાભ થઇ શકે છે. લાંબા સમયથી મનમાં રહેલી ઇચ્છાઓ પૂર્ણ કરવામાં અને મોટો નિર્ણયો સફળતા મળશે.
આ ઉપરાંત, વાહન અથવા મિલકત ખરીદવા માટે આ સમય યોગ્ય બનશે, કારકિર્દીમાં નોકરીની નવી તકો આવશે. કર્ક રાશિના જાતકો માટે આર્થિક રીતે પણ આ સમય શુભ રહેશે, સાથે સંપત્તિ ભેગી કરવામાં ભાગ્ય તમને સહયોગ આપશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે.
વૃશ્ચિક રાશિ:
સૂર્ય દેવનું ગોચર અને બુધની વક્રી વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. સૂર્ય ભગવાન વૃશ્ચિક રાશિથી નવામાં ભાવમાં ભ્રમણ કરશે સાથે જ બુધ ગ્રહ આ રાશિથી કર્મ ગૃહમાં વક્રી રહશે. જેના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય તેમનો સાથ આપશે.
કારકિર્દીની વાત કરીએ તો, નોકરી અને બિઝનેસમાં પણ પ્રગતિ થશે. કરિયરમાં સકારાત્મકતા રહેશે. તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં તમને લાભ મળશે, સાથે જ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.