રંગબેરંગી સાડી અને નવરત્ન હાર પહેરીને નીતા અંબાણી દીકરાના લગ્ન માટે થઇ ગયા છે તૈયાર, સામે આવી લેટેસ્ટ તસવીરો, જુઓ

6 મહિનામાં બનીને તૈયાર થઇ નીતા અંબાણીની રંગકાટ સાડી, પહેરીને ખુબ જ ઈતરાઈ વરરાજાની મા

Nita Ambani look before Anant wedding : દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં સુમાર મુકેશ અંબાણીના નાના દીકરા અંનત અંબાણીના લગ્ન આજે રાધિકા મર્ચન્ટ સાથે સંપન્ન થવાના છે. ત્યારે દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા નીતા અંબાણીના વધુ એક લુક સામે આવ્યા છે. જેમાં તે વાળમાં ગજરા સાથે નવપરિણીત દુલ્હનની જેમ સજ્જ છે.

નીતા અંબાણીએ આ દરમિયાન જે સાડી પહેરી છે તેની ખાસિયત જાણ્યા પછી તમે પણ લલચાઈ જશો. તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની દરેક સાડી પરંપરા અને આધુનિકતાના સ્પર્શ સાથે ખૂબ જ ખાસ છે. બનારસી સાડી પહેલા તે માતા કી ચૌકીમાં લાલ રંગની ઘરછોલા સાડી પહેરેલી જોવા મળી હતી. જેમાં તે હંમેશની જેમ સુંદર અને ખૂબ જ ભવ્ય લાગી રહી હતી.

સાડીમાં સોનેરી બારીક ઝરી બોર્ડર સાથે બહુ રંગીન વર્ક છે. ગોલ્ડન ઝરી લીલા, ગુલાબી, જાંબલી, નારંગી રંગો પર બનાવવામાં આવે છે. મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી લેવામાં આવેલી આ ખાસ સાડી બનારસી સિલ્ક ફેબ્રિકમાં બનાવવામાં આવી છે. જેને નીતા અંબાણીએ ગોલ્ડન બ્લાઉઝ સાથે જોડી છે. બ્લાઉઝની પાછળની તારોને રંગબેરંગી દોરાઓથી શણગારવામાં આવી છે.

નીતા અંબાણીએ આ લુક સાથે વાળમાં એક લાંબી વેણી પણ સામેલ કરી હતી અને તેની આસપાસ સફેદ ફૂલોથી બનેલો ગજરો વીંટળાયેલો હતો. આ દેખાવને સરળ રાખવા માટે, શ્રીમતી અંબાણીએ તેને ફક્ત લીલા સ્ટોનથી બનેલી ભારે ઇયરિંગ્સ સાથે જોડી છે.

માતા કી ચૌકીના દિવસે નીતા અંબાણીએ લાલ રંગની ઘરછોલા સાડી પહેરી હતી. જેના પર સંપૂર્ણ સુવર્ણકાર્ય કરવામાં આવ્યું હતું. ગળામાં પહેરેલ નવરત્નનો હાર સુંદર લાગી રહ્યો હતો. લીલા, લાલ અને સફેદ રત્નોથી બનેલો ચોકર નેકપીસ એકદમ અનોખો લાગતો હતો. જે નીતા અંબાણીની સુંદરતા વધારવા માટે પૂરતી છે.

Niraj Patel