એન્ટિલિયામાંથી કરોડોની ઝગારા મારતી કારમાં નીકળી અનંત અંબાણીની જાન, જીઓ વર્લ્ડ સેન્ટરમાં રાધિકાને લેવા માટે થોડી વારમાં જ પહોંચશે… જુઓ

મમ્મી નીતા અંબાણીની નવી રોલ્સ રૉયસ ફેન્ટમમાં નીકળ્યો અનંત અંબાણીનો વરઘોડો, એન્ટિલિયાથી પહોંચશે BKCમાં Jio વર્લ્ડ સેન્ટર, જુઓ લાઈવ ઝલક

Anant left Antilia in a luxurious car : આખો દેશ જે શુભઘડીની રાહ જોઈ રહ્યો હતો તે આજે આવી ગઈ છે, 12 જુલાઈ આ એ દિવસ છે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જીવન પછીના જીવનના બંધનમાં બંધાઈ જશે. જામગનારથી શરૂ થયેલા આ કપલના પ્રી-વેડિંગ ફંક્શનની મહિનાઓ સુધી ખૂબ ચર્ચા થઈ હતી. હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના શાહી લગ્ન આજે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાઈ રહ્યા છે.

ભવ્યાતિભવ્ય આયોજિત આ લગ્નમાં દેશ-વિદેશના VVIP મહેમાનો હાજરી આપશે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એન્ટિલિયા દુલ્હનની જેમ સજ્જ છે. અનંત-રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. કાર્દશિયન બહેનો સહિત ઘણી હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નની સાક્ષી બનશે.

 

અનંતના લગ્ન પ્રસંગે અંબાણી પરિવારે ઘરના મહત્વના સભ્યોને યાદ કર્યા છે. લગ્ન સ્થળ પર નીતા અંબાણીના પિતા (રવીન્દ્રભાઈ દલાલ) અને મુકેશ અંબાણીના પિતા (ધીરુભાઈ અંબાણી)ની તસવીરો મૂકવામાં આવી છે. બંનેના ફોટોગ્રાફ્સની ફ્રેમને ચારેબાજુ ફૂલોથી સજાવવામાં આવી છે.

એન્ટીલિયાથી વીવીઆઈપી લગ્નનો વરઘોડો અને પરિવારના સભ્યો આવવા લાગ્યા છે. થોડા સમયમાં અનંત અંબાણીના માથા પર પાઘડી પણ પહેરાવવામાં આવશે. અંબાણી પરિવાર તમામ મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે. કરોડોની કિંમતની અનંતની કારને ફૂલોની ચાદરથી સજાવવામાં આવી છે. પરિવારની કારને ફૂલોથી શણગારવામાં આવી છે.

લગ્નનો વરઘોડો ટૂંક સમયમાં જ મુંબઈના BKCમાં Jio વર્લ્ડ સેન્ટરમાં પહોંચશે. સૌ પ્રથમ પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવશે. આ પછી ‘મિલન’ સમારોહ થશે. ‘મિલની’ સમારોહ બાદ રાત્રે 8 વાગ્યે વરમાળા થશે. લગન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ રાત્રે 9.30 કલાકે શરૂ થશે. નીતા અંબાણીની કાર રોલ્સ રોયસ ફેન્ટમ EWBને ફૂલોથી શણગારવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Make some noise people, Energy is all time high at Antilia , Dulhe Raja Anant Ambani is leaving for wedding venue.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel