વાહ…આ કંપનીએ પોતાના કર્મચારીઓને આપ્યું તેમની વફાદારીનું ઇનામ, ભેટમાં આપી કરોડો રૂપિયાની BMW, જુઓ તસવીરો

સવજીભાઈ ધોળકિયાની જેમ આ કંપનીના માલિકે પણ પોતાના કર્મચારીઓને આપી લક્ઝુરિયસ BMW કાર ભેટમાં, જુઓ સરપ્રાઈઝનો વીડિયો

દરેક વ્યક્તિ પોતાની કંપની માટે ખુબ જ મહેનત કરે છે અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ કંપની માટે ખુબ જ મહેનત કરવા છતાં પણ તેમને પોતાની મહેનતનું ફળ નથી મળતું, તો ઘણી કંપનીઓ એવી હોય છે જે પોતાના કર્મચારીઓને તેમની ઈમાનદારી અને વર્ષોની મહેનત માટે તેમને શ્રેષ્ઠ ભેટ પણ આપે છે.

થોડા દિવસ પહેલા જ ચેન્નઈ સ્થિત કંપનીએ કર્મચારીઓને 100 મારુતિ કાર ભેટમાં આપ્યાના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હાલ ચેન્નાઈ સ્થિત એક અન્ય IT કંપનીએ તેના કર્મચારીઓને આશ્ચર્યજનક રીતે લક્ઝરી કાર ભેટમાં આપી છે. ચેન્નાઈ સ્થિત IT કંપની, Kissflow એ તેના પાંચ વરિષ્ઠ કર્મચારીઓને BMW 5 સિરીઝની લક્ઝરી કાર એક સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે ભેટમાં આપી છે. આ દરેક કારની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે.

કંપનીએ કહ્યું કે કર્મચારીને તેની વફાદારી, સમર્થન અને મહેનતના બદલામાં ભેટ આપવામાં આવી છે. કિસફ્લો ઇન્ક.ના સીઇઓ સુરેશ સંબંદમના જણાવ્યા અનુસાર, પાંચ કર્મચારીઓ કંપનીની શરૂઆતથી તેમની સાથે હતા અને કંપનીના મુશ્કેલ સમયમાં તેમની સાથે રહ્યા હતા. કંપનીના આ કર્મચારીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમની કંપનીમાં જોડાતા પહેલા વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા હતા.

સુરેશે જણાવ્યું હતું કે પેઢીને તેની મુસાફરીમાં ઘણી અડચણોનો પણ સામનો કરવો પડ્યો હતો અને કોવિડ-19 રોગચાળા દરમિયાન ખરાબ પરિસ્થિતિને જોતાં, કેટલાક રોકાણકારોએ શંકા પણ વ્યક્ત કરી હતી કે કંપની સફળતાપૂર્વક ચાલશે કે નહીં. કર્મચારીઓએ કંપનીને વધુ સારી બનાવવા માટે ઘણી મહેનત કરી છે અને કંપની તેમને કાર નથી આપી રહી, તેઓએ પોતાની મહેનતની કમાણીથી આ કાર મેળવી છે. કિસફ્લો કંપની તેની સ્થાપનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે કંપનીના સીઈઓએ મહેનતુ કર્મચારીઓને ભેટ આપવાનું નક્કી કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kissflow (@kissflowinc)

આ લક્ઝરી કાર ગિફ્ટ મેળવનાર કિસફ્લો કંપનીના કર્મચારીઓએ કહ્યું કે બોસે પહેલા કહ્યું હતું કે આ એનિવર્સરી તેમના માટે કંઈક ખાસ બનવાની છે. કર્મચારીઓને લાગ્યું કે બોસ તેમને ડિનર પર આમંત્રિત કરશે અથવા મોટાભાગની કંપનીઓની જેમ સોનાના સિક્કા અથવા વાઉચર્સ જેવી ભેટો આપશે. પરંતુ જ્યારે બોસે તેમને BMWની ચાવી આપી અને કહ્યું કે તે તેમના માટે ભેટ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Kissflow (@kissflowinc)

BMW 5 સિરીઝ ખૂબ જ પાવરફુલ લક્ઝરી કાર છે. તે તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે આવે છે. તે માત્ર 5.1 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે. એટલે કે પિક-અપની દ્રષ્ટિએ તે ઉત્તમ છે.

Niraj Patel