સુરેશ રૈનાએ ‘પુષ્પા’ના શ્રીવલ્લી ગીત પર કર્યો ડાંસ, અલ્લૂ અર્જુનનું આવું હતુ રિએક્શન- જુઓ વીડિયો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી જ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. માત્ર ફિલ્મ જ નહીં તેના તમામ ગીતો પણ ખૂબ જ હિટ થયા છે. આ ગીતો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના પણ પુષ્પાના હિટ ગીત શ્રીવલ્લી પર હૂક સ્ટેપ કરવાથી પોતાને રોકી શક્યા નથી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પુષ્પાના ગીત પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. રૈનાના ડાન્સ સ્ટેપ્સ જોઈને લાગે છે કે તેણે પણ આ ફિલ્મ જોઈ છે. રૈનાએ કેપ્શનમાં લખ્યું, ‘હું રોકી ન શક્યો, પરંતુ જાતે પ્રયાસ કરતો હતો. પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન ભાઈનું કેટલું અદ્ભુત પ્રદર્શન. તમને ઘણી સફળતાની શુભેચ્છા.’

રૈનાના વખાણ કરતા અલ્લુ અર્જુને લખ્યું, ‘Great’.ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPLની આ સિઝન પહેલા એક મેગા ઓક્શન પણ થશે. તેથી ઘણા ખેલાડીઓની ટીમમાં ફેરફાર થઈ શકે છે. આ વખતે તમામની નજર ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈના પર પણ રહેશે. રૈના આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે અને તે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે.

પુષ્પાનું સૌથી લોકપ્રિય ગીત શ્રીવલ્લી છે, આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 66 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ગીતનું હિન્દી સંસ્કરણ જાવેદ અલીએ ગાયું છે, જ્યારે મૂળ સંસ્કરણ સિદ શ્રીરામ દ્વારા ગાવામાં આવ્યુ છે. સુરેશ રૈનાએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રૈનાએ 18 ટેસ્ટ મેચમાં સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડર બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે 226 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમી છે. આ દરમિયાન રૈનાએ 5615 રન બનાવ્યા જેમાં પાંચ સદી સામેલ હતી. તે જ સમયે, 78 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં, રૈનાના નામે 1604 રન છે.

અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા’એ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી હતી. ફિલ્મનો બિઝનેસ એટલો મજબૂત હતો કે રણવીર સિંહની ’83’ અને માર્વેલ યુનિવર્સની ફિલ્મ ‘સ્પાઈડર-મેન’ પણ બેકફૂટ પર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સુરેશ રૈના આઈપીએલમાં અત્યાર સુધી 205 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 5528 રન બનાવ્યા છે. રૈનાએ આ ટૂર્નામેન્ટમાં એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. તે સિક્સર મારવામાં પણ માહિર છે. રૈનાના બેટથી આઈપીએલમાં અત્યાર સુધીમાં 203 સિક્સર ફટકારવામાં આવી છે. જ્યારે 506 ચોગ્ગા માર્યા છે. રૈનાનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 100 રન છે.

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3)

Shah Jina