સુરેન્દ્રનગરમાં દિયર-ભાભીના સંબંધો થયા શર્મસાર, બંનેનું ચાલી રહ્યું હતું ઇલુ ઇલુ પણ છોકરાઓ મોટા થતા ભાભીએ જે કર્યું તે જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

વિધવા ભાભીએ દિયર જોડે કર્યું લફડું…બાળકો મોટા થઈ જતા ભાભીએ કહ્યું હવેથી આપણા સંબંધ પુરા, એક રાત્રે 3 વાગ્યે ભાભી…જાણો વિગત

ગુજરાતમાંથી સંબંધોને શર્માસાર કરનારી ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર તો ઘરની અંદર જ એવા એવા સંબંધો બંધાઈ જાય છે જેની આપણે પણ કલ્પના ના કરી હોય. ઘણા પરિવારમાં આપણે જોયું છે કે સસરા વહુ અને દિયર-ભાભી વચ્ચે પણ અનૈતિક સંબંધો બંધાતા હોય છે. પરંતુ જયારે આ સંબંધો સામે આવે છે ત્યારે તેનું પરિણામ પણ ખુબ જ ભયાનક આવે છે.

આવી જ એક ઘટના હાલ સુરેન્દ્રનગરમાંથી સામે આવી રહી છે. જ્યાં દિયર અને ભાભીના સંબંધો શર્મસાર થયા છે. સુરેન્દ્રનગરનાં ગંગાનગર વિસ્તારમાં રાતના સમયે ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂતેલા વિધુર દિયરની તેની સગી વિધવા ભાભીએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મૃતકના પુત્ર મહેશ સાતલપરાએ શહેરના એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી  અને આ હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો, પોલીસ તપાસમાં દિયર ભાભી વચ્ચે અનૈતિક સંબંધો હોવાના કારણે દિયરની હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ અંગે મળી રહેલી વધુ માહિતી અનુસાર ગંગાનગર વિસ્તારમાં સાગરભાઇ સાંતલપરા (ઉંમર 41 વર્ષ)  ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા. સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો.

એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી. સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો. ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

પુત્રએ દેકારો બોલી જતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ઘટના સ્થળે ડોગ સ્કોવડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરતા આ મર્ડર પાછળ કોઇ નજીકનું જ શખ્સ હોવાની શંકા ગઈ હતી. ત્યારે પોલીસે દરેક પારિવારિક સભ્યની પૂછપરછ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. જેથી ભાભી કસ્તુરીએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી.

Niraj Patel