સુરભિ જયોતિ માલદીવમાં એન્જોય કરી રહી છે વેકેશન, વાયરલ થઇ બોલ્ડ તસવીરો

ટીવીની સંસ્કારી વહુએ માલદીવમાં દેખાડ્યો બિકિ અવતાર, જુઓ શાનદાર તસવીરો

ટીવી અને બોલિવુડ સેલેબ્સ માટે તો માલદીવ એક ટુરિસ્ટ સ્પોટ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. સેલેબ્સ ઘણીવાર વેકેશન મનાવવા માલદીવ પહોંચી જાય છે. હાલમાં જ ઘણા સેલેબ્સ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે, ત્યારે આ લિસ્ટમાં હવે ટીવીની મશહૂર અભિનેત્રી અને અસદની ઝોયા પણ માલદીવ પહોંચી છે. (Image Credit/Instagram-surbhijyoti)

અભિનેત્રી સુરભિ જયોતિ આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તે માલદીવથી તેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. ત્યારે ફરી એકવાર સુરભિએ માલદીવથી તેની બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

અસદની ઝોયાની ખૂબસુરતીના તો બધા દીવાના છે. “કુબૂલ હે” ફેમ અભિનેત્રી માલદીવથી તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. સુરભિએ શેર કરેલી તસવીરોમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે અને તેનો બોલ્ડ અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

સુરભિ જયોતિ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ જોવા મળી રહી છે. ખુલ્લા આસમાનની નીચે તે તેના બોલ્ડ અંદાજથી કહેર વરસાવી રહી છે. ટીવીની નાગિનની ખૂબસુરતીના તો ચાહકો ઘણા દીવાના છે પરંતુ તેની આ તસવીરોથી તેણે બધાાને પાગલ બનાવી લીધા છે. સમુદ્ર કિનારે સુરભિનો દિલકશ અંદાજ જોવા મળી રહ્યો છે.

આ પહેલા સુરભિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઘણી હોટ જોવા મળી હતી. તે સ્વિમિંગ માટે સમુદ્રમાં ઉતરતી જોવા મળી હતી. આ વીડિયોને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે અને સાથે જ ખૂબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. સુરભિના આ વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

સુરભિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની તસવીરો ઘણી વાયરલ પણ થતી રહે છે. સુરભિની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

તમને જણાવી દઇએ કે, વર્ષ 2012માં આવેલ શો “કુબૂલ હે”થી સુરભિએ ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. આ શોમાં તેણે ઝોયાનું પાત્ર નિભાવ્યુ હતું. તેને તેના આ પાત્ર માટે કેટલાક એવોર્ડ પણ મળ્યા હતા. તે બાદ તે ઘણા ટીવી શોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

Shah Jina