સુરતની કમકમાટી ભરેલી ઘટના ! એક યુવક દોટ મૂકી આવ્યો અને સીધો જ સ્કૂલ બસ નીચે સૂઇ ગયો- CCTVમાં કેદ થઇ ઘટના

કંપારી છોડાવી દેતો આપઘાત, CCTV:સુરતમાં યુવક દોટ મૂકીને સામેથી આવતી સ્કૂલબસ નીચે સૂઈ ગયો, રસ્તા પર જ તડપી તડપીને મોત

ગુજરાતમાંથી અકસ્માતે મોત અથવા તો આત્મહત્યાના ઘણા કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેથી એવી ઘટના સામે આવી, જેમાં ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઇ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યુ. સ્કૂલ બસના ડ્રાઈવરે એક યુવકને અડફેટમાં લીધો હોવાની જાણ થયા બાદ વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા.

જો કે, તે પછઈ સામે આવ્યુ કે યુવકે બસ આગળ પોતે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામેઆ આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે. હાલ તો પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે એકાદ વાગ્યા આસપાસ એક અજાણ્યો યુવક વરાછા બોમ્બે માર્કેટ નજીક ઇશ્વરકૃપા સોસાયટી પાસેથી પગપાળા જઈ રહ્યો હતો.

પણ અચાનક જ તેણે સામેથી આવી રહેલી સ્કૂલબસની નીચે પડતું મૂકી દીધું અને બસચાલક કાંઈ સમજે તે પહેલાં જ બસ તે યુવક પરથી પસાર થઇ ગઇ હતી. જો કે, ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા થતા યુવકને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ હતુ.

યુવકને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો પણ તેનું મોત થયુ હતુ. જો કે, ઘટનાની જાણ થતા વરાછા પોલિસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ અનુસાર, મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. તેની ઓળખ કરવા સાથે પરિવારજનોની શોધખોળ પણ હાથ ધરાઇ છે.

Shah Jina