સુરતમાં 3 છોકરાઓ પોલિસથી બચવા BRTS રૂટમાં ઘૂસ્યા, બસની એડફેટે આવતા એકનું મોત- પરિવારે ગુમાવ્યો જુવાનજોધ દીકરો

સુરત : ટ્રિપલ સવારી બાઈક પર જઇ રહ્યા હતા યુવકો, પોલિસને જોતા જ BRTS રૂટમાં ઘૂસ્યા અને એકનું મોત…

Surat News : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ઘણીવાર પૂરપાટ ઝડપે જતા વાહન કોઇને અડફેટે લેતા હોવાની પણ ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાં BRTS બસે વધુ એકનો ભોગ લીધો હોવાનું સામે આવ્યુ છે. 3 મિત્ર ટ્રિપલ સવારી બાઈક પર ફરવા નીકળ્યા અને આ દરમિયાવન વેસુ વિસ્તારમાં અરુણવ્રત દ્વાર પાસે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક BRTS રૂટમાં ઘુસાડી.

આ સમયે જ પાછળથી પૂરપાટ ઝડપે આવતી BRTS બસે તેમને અડફેટે લેતાં ત્રણમાંથી એક યુવક ફરીદ શેખ (18)નું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષીય ફરીદ શેખ ઉમરવાડા ખાતે રહેતો હતો, તેના પિતા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આમ તો મૃતકનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે પણ તેઓ છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે. ફરીદ કાપડની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.

ત્યારે રવિવારે રજા હોવાથી ફરીદ તેના બે મિત્ર સાથે બાઈક પર ફરવા નીકળ્યો અને આ દરમિયાન તેઓ ત્રણ સવારી હતા. અરુણવ્રત દ્વાર પાસેથી જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી તેમણે બાઈક BRTS રૂટમાં બાઈક ઘુસાડી અને આ સમયે જ પાછળથી પૂરપાટ ઝડપે આવતી BRTS બસે અડફેટે લેતાં ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું હતું.

ત્યારે પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતા શોકનો માહોલ ફેલાઇ ગયો છે. જ્યારે અન્ય બે યુવકને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. અકસ્માત સર્જી બસનો ડ્રાઇવર ભાગી ગયો હતો. હાલ તો વેસુ પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina