સુરતમાં સલમાનની હત્યા ! પીએમ રીપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગુજરાતમાંથી છાસવારે અનેક હત્યાના બનાવો સામે આવતા રહે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં તો સુરત અગ્રેસર જણાઇ રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાંથી ઘણા હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે અને હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતના કામેલા સંજયનગર ઝૂપડપટ્ટીમાં રહેતા રિક્ષાચાલક ઘરેથી તેના મિત્રો પાસે બેસવા જવાનું કહી નીકળ્યો હતો અને તે મોડી રાત્રે મૃત હાલતમાં ઘરે લાવવામાં આવ્યો હતો અને તે બાદ લાશનું પીએમ કરાવવામાં આવ્યુ હતુ, જેમાં તેનું ગળુ દબાવી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. રીક્ષા ચાલકની હત્યા કેસમાં પોલિસે ગુનો નોંધ્યો છે અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

સુરતના સલમાન ખાન નામના યુવકની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી અને આ બાબતે હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે સલમાન ખાનની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. મૂળ મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના જલગાંવના વતની મહેમુદ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ સરદાર માર્કેટની પાછળ નવા કમલા સંજયનગરમાં રહે છે તેમનો દીકરો સલમાન 26 વર્ષનો છે. છૂટક કામ કરતા મેમુદ ખાન પઠાણનો દીકરો સલમાન ગુરુવારે મોડી રાત્રે ઘર નજીકથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. સલમાનને પત્ની અને બે બાળકો પણ છે.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

હાલમાં તેની પત્ની શબાના એક મહિનાથી ડિલિવરી માટે પિયર ગઇ હતી અને તે દરમિયાન ગુરુવારના રોજ તે ઘરેથી મિત્રો સાથે બેસવા જવાનું કહી નીકળી ગયો અને ત્યારે તે બારેક વાગ્યા સુધી પાછો ન આવ્યો તો પિતા બોલાવા ગયા ત્યારે સલમાને તેના પિતાને એવું કહ્યુ હત કે તમે જાવ હું આવુ છું. ત્યાર બાદ લગભગ ચારેક વાગ્યે તેના મિત્ર અબ્દુલઅકીલ કબીર શેખ, મઝહર ઉર્ફે મુઝુ કદીર શેખ, જાફર અફસર શેખ, રહીમ અનીશ શેખ અને કામીલ ઉર્ફે પીલુ મોબીન શેખ સલમાન ખાનને ઉંચકી ઘરે લાવ્યા હતા.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

તેઓએ કહ્યું હતું કે, સલમાન તેમને ઘરની પાસે પડેલો દેખાયો હતો અને તેઓ રિક્ષામાં નાખી મેડિકલ કોલેજ લઇ ગયા હતા જયાં ડોક્ટરે કહ્યુ હતુ કે તેનું મોત થઇ ગયુ છે એટલે અમે તેને ઘરે લઇ આવ્યા. આ ઘટના બાદ મેહમુદખાનની પત્ની તેમજ આજુબાજુમાં લોકો ઘરે આવી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને સલમાનની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

Shah Jina