સુરતમાંથી આવી કાળજું કંપાવી દેનારી ઘટના, દીકરાના છઠ્ઠીના પ્રસંગમાં ખુશીથી ઝૂમી રહ્યો હતો પિતા, અચાનક મળ્યું દર્દનાક મોત

દીકરાની છઠ્ઠીના પ્રસંગે ખુશીથી નાચી રહેલા પિતા ધડામ દઈને નીચે પડ્યા અને મળ્યું મોત, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનીઓ હાર્ટ એટેક આવવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકોને ક્રિકેટ રમતા રમતા તો કોઈને જિમમાં કસરત કરતા કરતા હાર્ટ એટેક આવી જાય છે. આ ઉપરાંત ઘણા લોકો વરઘોડાની અંદર ડીજેના તાલ પર ઝુમતા હોય છે અને અચાનક તેમને છાતીમાં દુખાવો થતા જ તે ઢળી પડતા હોય છે અને તેમના પણ મોત નિપજતા હોય છે.

ત્યારે હાલ મામલો સામે આવ્યો છે સુરતમાંથી. જ્યાં દીકરાના છઠ્ઠીના પ્રસંગે જ પિતાનું દુઃખદ નિધન થયું છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા કોસાદ ગામમાં રહેતા કિરણભાઈ ઠાકુરના ઘરે દીકરાનો જન્મ થયો હતો અને દીકરાના જન્મ બાદ આખો પરિવાર ખુબ જ ખુશ ખુશાલ પણ હતો. ત્યારે હર્ષોલ્લાસ વચ્ચે પરિવારે દીકરાની છઠ્ઠીની વિધિમાં તેની નામકરણ વિધિ માટે સગા સંબંધીઓને પણ આમંત્રણ આપ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે આખા પરિવારમાં ખુશીઓ ભરેલો માહોલ હતો. કિરણભાઈ પણ આ પ્રસંગે નાચી રહ્યા હતા અને ત્યારે જ તેઓ ધડામ દઈને નીચે પડ્યા અને બેભાન થઇ ગયા. જેના બાદ તેમને તાત્કાલિક સાવર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા જ આખો પરિવાર શોકાતુર બની ગયો હતો અને ખુશીઓ ભરેલો માહોલમાં પણ દુઃખની લહેર છવાઈ ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

કિરણભાઈના મોતનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. કિરણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તબીબોએ જરૂરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે, જનો રિપોર્ટ આવતા તેમના મોતનું સાચું કારણ સામે આવી શકે છે. ત્યારે યુવાન પિતાના મોતના કારણે આખા પરિવારમાં આક્રંદ પણ છવાયો હતો.

Niraj Patel