સુરતમાં લગ્નની એનિવર્સરી બની પત્નીના જીવનનો અંતિમ દિવસ, શિક્ષક પતિની કરતૂતથી પત્નીએ જીવન ટૂંકાવ્યું.. જાણો સમગ્ર મામલો

લગ્ન સમયે ધોમ સોનું લઈને આવી પત્ની, સાસરિયાની કાળી કરતૂતને કારણે આખરે કંટાળીને પત્નીએ એનિવર્સરીના દિવસે જ ફાંસીના ફંદે લટકીને જીવન ટૂંકાવ્યું, બિચારા છોકરાનું હવે કોણ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં ઘણા લોકોએ આર્થિક તંગીમાં જીવન ત્યજી દીધું છે તો ઘણા લોકો કોઈના માનસિક કે શારીરિક ત્રાસના કારણે પોતાના જીવનનો અંત લાવી દેતા હોય છે. ખાસ કરીને પરણીતાઓ પતિના ત્રાસના કારણે આપઘાત જેવા પગલાંઓ ભરતી હોય છે. ત્યારે હાલ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પરિણીતાએ તેમના લગ્નની વર્ષગાંઠના દિવસે જ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેની લગ્નની એનિવર્સરીના દિવસે જ ઘરમાં ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો. આ મામલે મૃતકના પિતાએ મહિલાના શિક્ષક પતિ અને તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ડિંડોલી પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી લીધી છે. મૃતકના પિતાએ તેમની દીકરીને દહેજ માટે પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મહિલાનો પતિ શિક્ષક છે, અને લગ્ન સમયે મહિલા 10 તોલા સોનુ પણ લઇને આવી હતી. તે છતાં પણ સાસરિયાઓ વધુ દહેજની માંગણી કરીને મહિલાને પ્રતાડિત કરતા હતા. ત્યારે આ મામલે મૃતક મહિલાના પિતા મૂળ મહારાષ્ટ્રના જલગાવમાં રહેતા 55 વર્ષીય હીરામ વિનાયક ત્રંબકે ડિંડોલી પોલીસ મથકે દીકરીના સાસરિયાઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં તેમણે જણાવ્યું કે તેમની દીકરી નેહાના લગ્ન 14 માર્ચ 2017ના રોજ ભગવાન નથ્થુ બોરસેના પુત્ર વિનોદ સાથે થયા હતા. જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તેમની દીકરી સુરતના ડિંડોલીમાં આવેલ શ્યામવીલા રેસિડેન્સીમાં તેના પતિ, સાસુ અને સસરા સાથે રહેતી હતી. 6 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક દીકરો પણ હતો. જેના બાદ સાસરિયા દ્વારા તેને દહેજ માટે વારંવાર પ્રતાડિત કરવામાં આવતી અને આખરે તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

Niraj Patel