સુરતમાં ચોર માતાજીના મંદિરમાં પહેલા પગે લાગ્યો અને પછી માતાજીના ઘરેણાં લઈને ફરાર, સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ

કોરોના કાળની અંદર ઘણા લોકો આર્થિક સંકળામણમાં ફસાઈ ગયા છે, તો આ સંકળામણમાંથી બહાર નીકળવા માટે કેટલાક લોકો અવળા રસ્તે પણ ચઢી જતા હોય છે. ઘણા લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં લાગી જાય છે તો ઘણા લોકો સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. તો ઘણા લોકોએ એવા પણ હોય છે જે ચોરી પણ કરવા લાગે છે. હાલ સુરતમાંથી એક ઘટના સામે આવી છે જેના કારણે હોબાળો મચી ગયો છે.

સુરતમાં બનેલી આ ઘટનાને જોતા હવે એવું લાગી રહ્યું છે કે મંદિરમાં ઈશ્વર પણ સુરક્ષિત નથી. મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં તસ્કરો ઘુસ્યા હતા અને ચોરી કરતા પહેલા તસ્કરોએ માતાજીની પ્રતિમા સામે બે હાથ જોડીને દર્શન કર્યા  પરંતુ પછી ચોરોએ જે કર્યું તે ખરેખર ચોંકાવનારું હતુ.

માતાજીના દર્શન કર્યા બાદ ચોરોએ માતાજી ઉપર રહેલા ઘરેણાં સેરવી લીધા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે અને હવે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ પહેલા પણ સુરતમાંથી આવી ઘટનાઓ સામે આવી છે.

આ પહેલા પણ ઘણી એવી ચોરીની ઘટનાઓ સામે આવી છે જેમાં ચોર પહેલા માતાજી અને ભગવાનના મંદિરમાં ચોરી કરવા માટે પ્રવેશે છે અને પહેલા બે હાથ જોડીને તેમના દર્શક કરતા હોય છે અને પછી મૂર્તિ તેમજ ઘરેણાં ચોરી લેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલ સામે આવેલી ઘટના સુરતના વરાછા વિસ્તારના મંદિરની છે. જે નજીકમાં રહેલા સીસીટીવમાં કેદ થઇ ગઈ હતી. આ ઘટના તા. 22-06-2021ના રોજ રાત્રે 3.45 વાગે બની હોવાનું પણ સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Niraj Patel