સુરત મેલડીમાતાના મંદિરમાં થયેલી ચોરીનો પર્દાફાશ, પકડાયેલા ચોરે કહ્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

નવા જમાનાના નવા ચોર : ભગવાનના મંદિરમાં ઘરેણાં લૂંટી લેતા આજના સમયના ચોરે જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ હેરાન

થોડા દિવસ પહેલા જ સુરતમાંથી મંદિરમાં ચોરી થવાના એક વીડિયોએ મોટો હોબાળો મચાવ્યો હતો. પોલીસ પણ મંદિરમાં ચોરી કરીને ભાગી ગયેલા ચોરોની તપાસમાં લાગી હતી, અને માત્ર ગણતરીના દિવસોમાં જ ચોરોને પકડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે ચોરોની ધરપકડ કર્યા બાદ ચોરે જે કહ્યું તે ખરેખર ખુબ જ ચોંકાવનારું હતું.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ઘુસ્યા હતા અને ચોરી કરતા પહેલા તસ્કરોએ માતાજીની પ્રતિમા સામે બે હાથ જોડીને દર્શન કર્યા. માતાજીના દર્શન કર્યા બાદ ચોરોએ માતાજી ઉપર રહેલા ઘરેણાં સેરવી લીધા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે અને હવે અને આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.

(આરોપી ચોર)

મેલડી માતાના મંદિર અને બરોડા પ્રિસ્ટેજ પાસે સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી લાખોના ઘરેણાં ચોરનારા બે ચોરને અને ઘરેણાં સ્વીકારનાર એક વ્યક્તિ સહિત ત્રણ લોકોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરીની તપાસ કરનાર પીએસઆઈ ડી.કે. ચોસલાએ જણાવ્યું હતું કે મેલડી માતાના મંદિરમાંથી 32 હજાર અને સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી 1.96 લાખ રૂપિયાના ઘરેણાં ચોરાયા હતા. સીસીટીવીના ફુટેજના આધારે પોલીસે ચોરી કરનારા બેને ઝડપી પાડ્યા છે.

(આરોપી ચોર)

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં હર્ષદ દિનેશ કુંભાર( રહે. ફુટપાથ પર વરાછા રોડ.મૂળ રહે. ચાણસ્મા, મહેસાણા) અને નીતેશ કુમાર યોગેન્દ્ર ચૌધરી ( રહે. ફુટપાથ પર, વરાછા રોડ. મૂળ જમુઈ, બિહાર) હોવાનું સામે આવી રહ્યું છે. તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે તેમને આ ચોરીના ઘરેણાં હરિપૂર પીછરડી ખાતે આવેલા એચ.જે જવેલર્સના સોની મો. ઝુબેર હાજી હનીફ ઝવેરી (ઉ.વ. 51, રહે સનબિલ એપાર્ટમેન્ટ, રાણીતળાવ)ને વેચ્યા હતા. પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

(ઘરેણાં ખરીદનાર)

આ ચોર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું  કે “તેઓએ કાંઈ ખોટું નથી કર્યું કારણ કે ચોરી કરતા પહેલાં તેઓ ભગવાનની માફી માંગી લેતા હતા. તેઓ ભગવાન સામે હાથ જોડીને કહેતા કે હે ભગવાન ! તમને આટલા ઘરેણાંની શુંજરૂર છે ? એમ પણ તમને કોઈને કોઈ ફરીથી આપી જ દેશે. અમને રૂપિયાની જરૂર છે, અમારી પાસે હાલ કોઈ કામ ધંધો નથી, તેથી આ ઘરેણાં અમને લઈ લેવા દો, અમને માફ કરજો !” ભગવાનની પ્રતિમા સાથે આવું બોલી અને આ ગઠિયાઓ ઘરેણાં  સેરવી લેતા હતા.

આ ચોરોદ્વારા આગાઉ પણ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ પહેલા તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. પરંતુ કાપોદ્રામાં હીરાબાગ પાસે વલ્લભાચાર્ય રોડ પર મેલડી માતાના મંદિરમાં કરેલી ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો જેના બાદ પોલીસ પણ સતર્ક બની હતી અને ગણતરીના સમયમાં જ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Niraj Patel