ખબર

ગુજરાતમાં આ જગ્યાએ હવે શાક માર્કેટ, ચાની લારી અને પાનના ગલ્લા પણ પણ કરવામાં આવશે બંધ, જાણો શું શું થવા જઈ રહ્યું છે બંધ

દેશભરમાં કોરોનાની બીજી લહેર હવે ફેલાવવા લાગી છે. ગુજરાતમાં પણ કોરોના હવે વકરી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી બાદ હવે તંત્ર પણ બેઠું થયું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ ચાર મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 સુધીનો કરફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

આ સાથે જ અમદાવાદમાં કાંકરિયા, જિમ, બગીચાઓ, ગેમઝોન પણ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યા છે. તો સુરતમાં પણ 31 માર્ચ સુધી શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ પણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Image Source

સુરતની અંદર છેલ્લા થોડા દિવસથી કોરોના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા સાંજે 7 વાગ્યાથી જ પાનના ગલ્લા અને ચાની લારીવાળાઓને બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

Image Source

આ સાથે જ શાક માર્કેટમાં વધતી જતી ભીડને જોતા જાહેર શાક માર્કેટ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતમાં પણ સિટીબસ અને બીઆરટીએસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

સુરત શહેરમાં પણ સિનેમા હોલ, થિયેટર, સ્પોર્ટ્સઝોન, જિમ, ગેમિંગ ઝોન પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી પાછો કોરોના માથું ઉંચકતા તંત્ર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની અસર સામાન્ય રોજગાર ધંધાઓ કરનારા ઉપર પણ પડશે.