સુરતમાં સ્કૂલ વાનને ઉલાળી દેતા જ માસુમ વિદ્યાર્થીઓની ચીસોથી ગુંજી ઉઠ્યો…સ્કૂલ વેન અને લક્ઝુરિયસ KIA ગાડીના ચીથડે ચીથડાં ઉડી ગયા

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં ઘણા લોકોને ગંભીર ઇજા પહોંચતી હોય છે તો ઘણા લોકો મોતને ભેટતા હોય છે. હાલમાં સુરતમાંથી એક ગંભીર અકસ્માતની ખબર સામે આવી છે. જેમાં શહેરના અલથાણ વિસ્તારમાં એક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સ્કૂલની 1 વિદ્યાર્થિનીને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક તેજ રફતાર કારે સ્કૂલવાનને ટક્કર મારી હતી અને તેને કારણે અકસ્માત થયો હતો.

આ દરમિયાન વાનમાં શાળાના 7-10 બાળકો સવાર હતા. આ અકસ્માતમાં એક બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા અને અન્ય બાળકોને નાની મોટી ઇજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે તપાસ શરૂ કરવા આવી છે.ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સુરતના અલથાણ કેનાલ રોડ પરથી એક સ્કૂલવાન ટર્ન લઈ રહી હતી ત્યારે જ એક કાર પૂરઝડપે આવી અને તેણે સ્કૂલ વાનને ટક્કર મારતા 30 થી 40 ફૂટ દૂર ફંગોળાઈને સ્કૂલવાન પલટી મારી ગઈ હતી.

જેને પગલે અંદર બેસેલ બાળકો પૈકી 1 બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વાન પલટી મારી ગઈ હોવાને કારણે અંદર બેસેલા ડ્રાઈવર અને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ રહી હતી. ઈજાગ્રસ્ત 4 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ ઘટનાના CCTVના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, આણંદના ધર્મજ પાસેથી પણ આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ ખાનગી લક્ઝરી બસ અથડાતા 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યુ છે કે, આ બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Shah Jina