ખબર

ગર્ભવતી મહિલાને માસ્ક ના પહેરવા પર થયો કડવો અનુભવ, રાજકોટ પછી હવે સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે ધબધબાટી બોલી

એક બાજુ કોરોના જેવી મહામારીચાલી રહી છે. કોરોનાના સૌથી વધુ કેસ મહાનગરમાં જ જોવા મળે છે. મહાનગરમાં કોરોનાના વધતા કેસને લઈને રાત્રી કર્ફ્યુ પણ લગાડવામાં આવ્યું છે. ટોપ તંત્ર દ્વારા પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Image source

માસ્ક વગર કોઈ જોવા મળે તો તેને દંડ ફટકારવો જરૂરી છે. પરંતુ ગર્ભવતી મહિલા હોય અથવા જેને શ્વાસમાં તકલીફ હોય તેના પ્રત્યે પોલીસે સહાનુભૂતિ દાખવવી પણ જરૂરી છે.

Image source

સુરત પોલીસ કમિશનર ભવન પાસેથી રેખા શાહ નામની મહિલા તેના પતિ સાથે ગાડીમાં જઇ રહી હતી. ગાડીમાં સવાર ગર્ભવતિ રેખા શાહે પોતાનું માસ્ક નાક નીચે પહેરેલું હતું. આ બાદ પોલીસએ આ ગાડીને અટકાવી મહિલાના માસ્ક ન પહેરવાને લઈને વિવાદ શરૂ કર્યો હતો.

Image source

ત્યારબાદ આ મહિલા પાસેથી દંડ પેટે એક હજાર રૂપિયા ચુકવવાનું જણાવ્યું હતું. રેખા એ જણાવ્યું હતું કે, તે ગર્ભવતી હોય અને તેને શ્વાસમાં તકલીફ પડતી હોય તેથી નાક નીચે માસ્ક પહેર્યું છે. પરંતુ પોલીસને તો જાણે દંડ વસુલવામાં જ રસ હતો.

Image source

પોલીસે ગર્ભવતી મહિલા પાસેથી દંડ વસુલ્યાનો મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તો લોકોએ પણ પોલીસની કાર્યવાહીની ટીકા કરી હતી. આ સાથે જ રેખા શાહે જણાવ્યું હતું કે, માસ્ક પહેરવાનો નિયમ સામાન્ય માણસને જ લાગુ પડે છે. મોલમાં ફરનાર અને ટોળે વળનાર લોકોને કોઈ કંઈ કહેતું નથી.