ગ્રીષ્માની હત્યાને પાટીદાર સમાજના આગેવાને કહ્યું, “ગુન્હેગારોમાં પોલીસનો ખૌફ ઓછો થયો છે ?” તો કમિશ્નરે આપ્યો એવો જવાબ કે રૂંવાડા ઉભા થઇ જશે

સુરતની ગ્રીષ્મા હત્યા બાદ આખું ગુજરાત રોષની લાગણી વ્યક્ત કરી રહ્યું છે, દરેક સમાજમાં આ ઘટનાને લઈને ઘેર પ્રત્યાઘાતો પડતા જોવા મળી રહ્યા છે ત્યારે આ તમામ બાબતોને નાબૂદ કરવા અને તેના વિશેનું મનોમંથન કરવા માટે સુરત શહેર સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા “સલામત સુરત પરિસંવાદ” કાર્યક્રમનું આયોજન સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરૂ અને પોલીસ કમિશનર અજય તોમર પણ હાજર રહ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ શહેરમાં ચાલી રહેલા દૂષણો વિશે વાત કરી હતી. પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે,  “જયારે તેઓ ગ્રીષ્માના પરિવારને મળવા ગયા ત્યારે પરિવારના એક ભાઈએ તેમને બે હાથ જોડીને કહ્યું હતું કે, ‘સમાજના આગેવાનોને એટલી જ વિનંતી છે કે, અમારી ગ્રીષ્મા સાથે તો આવી ઘટના બની પરંતુ સમાજની બીજી કોઈ દિકરી સાથે આવી ઘટના ન બને તે માટે સમાજના વડીલો તમે કંઈક કરજો.”

તેમને વધુમાં જણાવ્યું હતું કે, “થોડાં દિવસ પહેલા પોલિસ કમિશ્નરને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, “હની ટ્રેપમાં માત્ર બાળકો નથી ફસાતા પરંતુ અઠવાડિયે એક બે વખત તો ધોળા વાળવાળા પણ ફસાઈ છે.” આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે, “એક વાત તો સ્વિકારવી જ જોઈએ કે, ગુન્હેગારોમાં પોલીસનો જે ખૌફ અને ભય હોવો જોઈએ તે ચોક્ક્સ ઓછો થયો છે.”

ત્યારે આ પરિસંવાદમાં પોલીસ કમિશ્નર અજય તોમરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી ઉતર્યા નથી. અમે લોકો આ સમાજના જ છીએ. સમાજમાં અમુક ઘટના બને છે ત્યારે લોકો કહે છે પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, એવી વાતથી ઘણા મોટા પ્રશ્નો ઉભા થાય છે. શું તમારે અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ? 1857 પછી અંગ્રેજોએ આ પોલીસની સ્થાપના કરી તે પહેલાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આવ્યો.”

તેમને આગળ જણાવ્યું કે, “જેમાં મંગલ પાંડે હતાં, રાણી લક્ષ્મીબાઈ હતાં. ત્યારે અંગ્રેજોએ લોકોના ગળા કાપી નાંખ્યા. ત્યારે ઈન્ડિયાને ફરીથી કંટ્રોલ કરી દીધા. દુનિયામાં કોઈ એવી લોકશાહી નથી કે, જ્યાં લોકો એમ ઈચ્છતા હોય કે પોલીસનો ખૌફ હોવો જોઈએ. પોલીસનો ખૌફ ન હોવો જોઈએ. પોલીસ પર તમને વિશ્વાસ હોવો જોઈએ.”

Niraj Patel