સુરતમાં થઇ બુલ્ડોઝરવાળી, માથાભારે સજ્જુના ભાઈ આરીફની અવૈધ પ્રોપર્ટીને બુલડોઝરથી ભોંયભેગી કરી નાખી, જુઓ વીડિયો

સુરતમાં માથાભારે લોકોની હવે ખેર નથી, પોલીસે કરી બુલ્ડોઝરવાળી, વીડિયો જોઈને તમે પણ હચમચી ઉઠશો

દેશભરમાં હાલ બોલ્ડઝરવાળી ચાલી રહી છે, ઠેર ઠેર અવૈધ સંપત્તિ ઉપર સરકાર બુલડોઝર ચલાવી રહી છે. યુપી બાદ એમપી અને હવે ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ કડીમાં હવે સુરત પણ આવી ગયું છે, સુરતમાં પણ ગેરકાયદેસરના દબાણો ઉપર સરકાર બુલડોઝર ચલાવી રહી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પોલીસ સાથે ઝપાઝપી કરનારા માથાભારે અને અસામાજિક તત્વોની શાણ ઠેકાણે લાવવા માટે પોલીસે પણ હવે કામગીરી શરૂ કરી દીધી છે. સુરતના માથાભારે સજ્જુ કોઠારીની ધરપકડ કરવા માટે ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનારા તેના ભાઈ આરીફ કોઠારી વિરુદ્ધ પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવા જતા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ, અને આરીફ કોથરીના ચાલતા જુગારધામ જે ગેરકાયદેસર જગ્યા પર ચાલતો હતો તેના ઉપર સુરતના રાંદેર પોલીસ દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું અને આ અવૈધ સંપત્તિને ભોંયભેગી કરી નાખી છે. આ ઉપરાંત પોલીસે લોખંડના મોટા દરવાજા અને ત્યાં પડેલા વાહનો પણ જમા કરી લીધા હતા.

પોલીસ ઉપર થયેલા આ હુમલાની ઘટનામાં પોલીસે 12 લોકો ધપરકડ પણ કરી લીધી છે.  ત્યારે આ મામલામાં ગત મંગળવારના રોજ આરીફ કોઠારી પોલીસને સુભાષ નગર ઝુપડપટ્ટીમાં પાળા પાસે દેખાયો હતો, ત્યારે સબ ઇન્સ્પેકટર હડિયા અને તેમની ટીમે તેને દોડીને પકડી લીધો હતો. પરંતુ તેને બુમાબુમ કરતા 30થી 35 લોકોના ટોળા ત્યાં ઘસી આવ્યા હતા અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરના કપડાં ફાડીને આરીફ નાસી છૂટ્યો હતો.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે આરીફ કોઠારી સામે આંખ લાલ કરી હતી અને જેને લઈને જ ગઈકાલે શીતલ ટોકીઝ પાસે આવેલા તેના જુગારધામમાં પહોંચી હતી, જ્યાં લોખંડના દરવાજા ઉપરાંત બાઈકો કબ્જે કરીને આજે બહેલી સવારથી જ ત્યાં બુલ્ડોઝરવાળી કરીને સફાઈ કામગીરી હાથ ધરી હતી.

Niraj Patel