સુરત : PIનો યોજવામાં આવ્યો વિદાય સમારંભ, કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા તો મોટું એક્શન લેવાઈ ગયું

આ કોરોના મહામારીના સમયમાં કોરોનાના નિયમોનું પાલન ન કરનાર પર પોલિસ કાર્યવાહી કરે છે, પરંતુ આ નિયમોનું જો પોલિસ જ પાલન ન કરે તો ? હાલ તો સિગણપોર પોલિસ સ્ટેશનના PIની બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો, આ સમારંભ ફાર્મહાઉસમાં યોજાયો હતો અને અહીં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

સુરતના સિંગણપોર પોલિસ સ્ટેશનના PIની ઇકો સેલમાં બે દિવસ પહેલા બદલી થઇ હતી અને તેમનો વિદાય સમારંભ રાખવામાં રાખવામાં આવ્યો હતો તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને

આ સમયે કોરોનાની ગાઇલાઇન વિરૂદ્ધ 100 કે તેથી વધુ લોકો આ સમારંભમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, ગાઇડલાઇન અનુસાર 50થી વધુ લોકોને કોઇ પણ કાર્યક્રમમાં ભેગા થવાની અનુમતિ નથી ત્યાં તો આ PIના વિદાય સમારંભમાં 100 જેટલા કે તેથી વધુ લોકો ભેગા થયા હતા અને નિયમોના લીરેલીરા ઉડ્યા હતા.

આ મામલે સુરત પોલિસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે અને એડિશન કમિશનર પ્રવીણ મલને આ તપાસ સોંપવામાં આવી છે. આ વિદાય સમારંભનો વીડિયો વાયરલ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને

કર્ફયુ તેમજ નિયમોનો ભંગ કરવા બદલ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે. આ બાબતે પોલિસ કમિશ્નરે તાત્કાલિક પગલા લઇ તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા.

Shah Jina