સુરતની મોડલનું ગોવાની હોટેલમાં દુષ્કર્મ આચર્યું, છોકરીના ગંદા ફોટો માંગતો, ન આપે તો માર મારતો, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે જે ચકચારી જગાવનારા પણ હોય છે, ત્યારે હાલમાં જ સુરતમાંથી એક મોડલે તેના એક્સ બોયફ્રેન્ડ અને કાપડના વેપારી વિરૂદ્ધ સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. વેપારી મોડેલને ફોટોશૂટના બહાને બોલાવી પ્રેમ જાળમાં ફસાવી અને દમણ તેમજ ગોવાની હોટલમાં લઇ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ. આ બાબતે મોડલે અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલિસે આરોપીની ધરપકડ કરી છે.
આરોપીએ મોડેલને લગ્નના સપના બતાવી મુંબઈ, દમણ, ગોવાની હોટેલોમાં તેમજ ડુમસના રાજહંસ બેલીઝાના ફલેટમાં લઈ જઈ સંબંધ બાંધ્યો હતો અને પછી જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતો હતો.35 વર્ષીય વેપારી સામે 28 વર્ષીય મોડેલે ફરિયાદ દાખલ કરાવી છે.
મોડલ અને વેપારી વર્ષ 2017માં સંપર્કમાં આવ્યા હતા અને તેમના વચ્ચે પ્રેમ સંબંધની શરૂઆત વર્ષ 2018થી થઈ હતી. વેપારી મોડેલને ફોટોશૂટના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી હતી. તેને ડુમસના રાજહંસ બેલીઝાના ફલેટમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યા.
એટલું જ નહિ મુંબઈ, દમણ અને ગોવાની હોટેલોમાં પણ લઇ જતો હતો. આ ઉપરાંત તેણે યુવતીના ઘરે જઇ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે મારો ફોટો જોઈ તેના એક મિત્ર પાસેથી મારો નંબર લીધો અને તે બાદ શૂટ માટે સંપર્ક કર્યો.
આ પછી પીડિતા સુરતના અડાજણ વિસ્તારમાં મળવા બોલાવી તો મળવા પણ ગઈ અને બીજા દિવસે પણ તેણે મળવા બોલાવી. આરોપીએ મોડલને ત્યાં પ્રપોઝ કર્યું અને લગ્નનું વચન આપ્યું. જોકે, 2018 સુધી તો તેણે યુવતિને નહોતુ કહ્યું કે તે પરિણીત છે. તેને આ વિશે જાણ થતા તેણે કહ્યું કે તેને લગ્ન કરી લીધા છે પણ મારે મારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, હું છૂટાછેડા લઈશ અને જલ્દી લગ્ન કરીશ.
પીડિતાએ તેની આપવીતી જણાવતા કહ્યુ કે વર્ષ 2017થી તે મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. જ્યારે મેં મારા પરિવારના સભ્યોને આ વાત કહી તો તેઓ ગુસ્સે થયા અને મારા લગ્ન દિલ્હી-ફરીદાબાદમાં નક્કી કર્યા. 2020માં મારા લગ્ન થઇ ગયા અને એક અઠવાડિયા પછી તેણે અને તેનો ડ્રાઈવર ત્યાં આવ્યા અને મારા લગ્ન તોડી નાખ્યા. તેણે ત્યાં કહ્યું કે આ છોકરી ખૂબ જ ખરાબ છે, મારી સાથે અફેર છે, તે મારી રખાત છે.
આરોપ છે કે આ પછી તેણે પીડિતાને કહ્યું કે તું મારી પાસે આવ, હું તારી સાથે લગ્ન કરીને તને રાખીશ. જો કે, આ પછી પણ ઘણા દિવસો સુધી પીડિતા તેની સાથે રહી અને આરોપીએ તેનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું. પીડિતાએ આરોપીને લઇને જણાવ્યુ કે તે ડ્રગ્સ લે છે, દારૂ પીવે છે અને આ બધું કર્યા પછી મને માર મારે છે અને મારી પાસેથી ન્યૂડ વીડિયોની માંગણી કરે છે. જો હું ના આપું તો તે મને માર મારે છે.