સુરત : અસામાજિક તત્વોનો આતંક, બહાર ઉંઘતાને લૂંટીને ફરાર થઇ ગયા લૂંટારૂ, વિરોધ ન કરે તે માટે બતાવ્યુ ચપ્પુ

ગુજરાત : સુરતમાંથી સતત દાદાગીરી અને દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરામાં કામ કરતા મજૂરો સૂતા હોય છે ત્યારે અસામાજિક તત્વો આવીને તેમને લૂંટીને જતા રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી અને પોલીસ હવે દોડતી થઇ છે.

સુરતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ લથડી રહી છે, અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે અને તેમનો આતંક પણ વધી ગયો છે. હાલ સુરતના પાંડેસરામાંથી એક ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ દોડતી થઇ છે.

મીડિયા અનુસાર અહીં ગરમીને કારણે મજૂરો બહાર સૂતા હતા અને ત્યારે અસામાજિક ત્તત્વોએ તેમના મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. આ લૂંટ તેઓએ ચપ્પુ બતાવીને ચલાવી હતી. ઘટનાના સીસીટીવી સામે આવતા પોલિસે લૂંટારૂઓની શોધ શરૂ કરી છે. જોકે, પાંચ લોકોને એક રાતમાં લૂટવાની વાત સામે આવી છે.
સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

Shah Jina