સુખ માણ્યા પછી મહિલાએ એવું કહ્યું કે યુવકે હત્યા કરી દીધી, આવી રીતે કોહવાયેલી લાશનો ભેદ ઉકેલાયો

ગુજરાતનો ભયાનક કિસ્સો: વારંવાર મહિલા સાથે સુખ માણતા યુવકે એક દિવસ હત્યા કરી દીધી, પાછળનું કારણ છે ગજબ

ગુજરાતમાં પણ હવે ચોરી, લૂંટફાટ, અકસ્માત, મહિલાઓ સાથે દુષ્કૃત્ય તેમજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત 10 જૂનના રોજ સુરતના ચોક બજારની અંદર ઘરકામ કરવા માટે ગયેલી મહિલા ગુમ થવાની ફરિયાદ મળતા મહિલાની લાશ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવી હતી.

આ મહિલાનું નામ માનદરવાજાની 32 વર્ષીય શબાનાની હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ આ મહિલાની હત્યા કોણે કરી છે તે અંગે પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 27મીએ રવિવારે સવારે ઝાંપાબજારમાં અલ-ખલીલ ટી સેન્ટરની સામે વાઘેલા ચેમ્બર નામની બિલ્ડિંગના ભોંયરામાંથી શબાના નામની મહિલાની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન માથાના ભાગે કોઇક પદાર્થ વડે ઘા કરવા સાથે ગળું દબાવી હત્યા કરાઇ હોવાનો ડોક્ટરે અભિપ્રાય આપતા મામલો ગંભીર બન્યો હતો.

આ ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં શબાનાની હત્યાના દિવસે આગળ પાછળ ચાલતા એક શકમંદના ફૂટેજ પોલીસને મળ્યા હતા. જ્યાંથી શબાનાની લાશ મળી હતી ત્યાં તે લગભગ એકાદ કલાક રોકાયો હતો. આ જ ઈસમે શબાનાની હત્યા કરી હોવાની શંકા સાથે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

જેમાં પોલીસને સફળતા મળી છે. સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું કે શબાના ગત તા. 10મીએ ભાગાતળાવ, એ-વન કોકોની ગલી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘરકામ માટે ગઇ હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા શબાના ભાગળ ચાર રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરતી અને એક અજાણ્યા યુવાન સાથે વાત કરતી દેખાયા બાદ ઝાંપાબજારના જે બિલ્ડિંગના ભોંયરામાંથી ડેડબોડી મળી હતી ત્યાં સુધી પગપાળા જતી દેખાઇ હતી.

આ યુવાન પણ તેની આગળ પાછળ ચાલતો દેખાયો હતો. ભોંયરામાં ગયાના એકાદ કલાક બાદ તે એક સ્થળે સીસીટીવીમાં એકલો જ દેખાતા તેણે જ તેની હત્યા કરી હોવાની દિશામાં તપાસ કરાઇ હતી. આખરે પોલીસે આ હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપી પ્રકાશ બાબાભાઇ દેવીપૂજક (ઉં.વ. 28, રહે. કેનાલરોડ ઝૂંપડપટ્ટી, મૂળ પાટણ)ને પકડી પાડયો હતો. હત્યારા પ્રકાશને મૃતક યુવતી સાથે અનૈતિક સંબંધો હતા.

હત્યાના દિવસે પણ બંનેએ સંબંધ બાંધ્યા હતા. સંબંધ બાંધ્યા પછી યુવતીએ યુવક પાસે જરૂર હોવાથી રૂપિયાની માંગણી કરી હતી. ઘરે થોડી તકલીફ હોવાથી યુવતીને રૂપિયાની જરૂર હતી. જોકે, રૂપિયા માંગતા પ્રકાશ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીને માર મારી ગળુ દબાવી ત્યાં જ હત્યા કરી નાંખી હતી. આ પછી પ્રકાશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

Niraj Patel