ખબર

BREAKING NEWS: સુરત કૉર્પોરેશને લીધો આ મોટો નિર્ણય, આટલા દિવસ સુધી તમારે ક્વોરંટિન રહેવું પડશે

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મ્યુનિસિપાલએ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ઘણા લોકો બહારથી નોકરી-ધંધા માટે આવે છે આવા લોકો માટે પાલિકાના આ જાહેરનામાનું પાલન કેવી રીતે કરવું તે એક સવાલ બની રહેશે. સુરત મ્યુનિ તંત્રએ એક જાહેરનામું બહાર પાડયું છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે, સુરત બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજિયાત હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમાં અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોલેજ અને સ્કૂલમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. 192 વિદ્યાર્થીઓને કોરોના ભરખી ગયો છે . ક્લાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. સુરત મનપાએ બાગ-બગીચાઓમાં લોકોની અવરજવર પર પાબંધી લગાવી.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોના વાયરસનો કહેર વધતા બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ આપ્યા હતા . ત્યારબાદ શહેરના તમામ બાગ બગીચાઓ બંધ કરાયા છે. એકવેરિયમ અને પ્રાણી સંગ્રહાલય પણ લોકો માટે બંધ કરાયા છે.