સુરત : 23 વર્ષીય શિક્ષિકા કોઇની નજરમાં આવે એટલે 2200 કિમી બસમાં ફરી, હોટલમાં રોકાણ પણ કર્યુ અને વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ….

સુરત સહિત આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા 23 વર્ષીય શિક્ષિકાના 11 વર્ષના વિધાર્થીને ભગાડી જવાના કિસ્સામાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પુણા પોલીસે આખરે સાડા ચાર દિવસ બાદ બુધવારે સવારે બંનેને ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર રતનપુર પાસેથી ચાલુ બસને આંતરી ઝડપી પાડ્યા. પહેલા તો બંનેએ પરિવારના ઠપકાથી ઘર છોડયાની વાત કરી પણ પોલીસની કડક પૂછપરછ પછી તેમણે એક વર્ષથી બંને વચ્ચે પ્રેમસબંધ હોવાનું અને અનેકવાર શરીર સબંધ બાંઘ્યાની પણ ચોંકાવનારી કબૂલાત કરી.

આ ઉપરાંત એવો પણ ખુલાસો થયો છે કે વિદ્યાર્થીની ઉંમર 11 નહી પણ 13 વર્ષની છે. આ કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે કોઈની નજરમાં ન આવે એમ સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું હતુ. જો કે અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલિસે ચાલુ બસમાં જ શિક્ષિકાને દબોચી લીધી.

આ મામલે ડીસીપીએ જણાવ્યું કે શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ પણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 એડ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.

23 વર્ષીય શિક્ષિકા માનસી નાઇની પૂછપરછમાં સામે આવ્યું કે તે પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત તે આ શિક્ષિકા પાસે ટ્યૂશન માટે પણ છેલ્લાં ત્રણ વર્ષથી જતો હતો. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી સારુ એવું બોન્ડિંગ બની ગયું હતું.શિક્ષિકા ઘરેથી 35 હજાર જેટલા રૂપિયા સાથે લઈને વિદ્યાર્થી સાથે ફરાર થઇ હતી. વિદ્યાર્થી પાસે કપડાં કેશૂઝ ન હોવાથી પર્વત પાટિયા વિસ્તારની એક દુકાનમાંથી સામાન ખરીદ્યો હતો અને આ સાથે એક ટ્રોલીબેગ પણ ખરીદી હતી.

આ પછી બંને રેલવે સ્ટેશન તરફ રિક્ષામાં આવ્યાં અને માનસીએ પોતાનો જૂનો નંબર બંધ કરી નવું સિમકાર્ડ મોબાઈલમાં નાખ્યુ. હોટલમાં રોકાણ કરતા સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી. જ્યારે વિદ્યાર્થી તેનો માસીયાય ભાઈ એટલે કે પિતરાઈ ભાઈ હોવાનું જણાવતી હોવાનું સામે આવ્યુ છે.

Previous Article

'ફેમીલી મેન 3' એક્ટર રોહિત બાસફોરની રહસ્યમયી હત્યા : પરિવારનો આરોપ- બદલો લેવાની આડમાં મિત્રોએ રચી સાજિશ, પોસ્ટમોર્ટમ રીપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો

Next Article

કરૂણાંતિકા ! મેશ્વો નદીમાં ન્હાવા પડેલા 6 બાળકો ડૂબ્યા, માસૂમોના મોતથી ગામમાં શોકનો માહોલ

error: Unable To Copy Protected Content!