જમ્મુ કાશ્મીરમાં સુરતના બે બાળકોના પિતા અંકિતનું મૃત્યુ, 1200 ફૂટ ઊંડી ખીણમાં ગાડી ખાબકી…

જમ્મુ કાશ્મીરમાં સુરતના અંકિતનું મૃત્યુ, 1200 ફૂટ ઊંડી ખીણમાં વાન ઘુસી ગઈ…મળ્યું દર્દનાક મૃત્યુ

મંગળવારના રોજ મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક એક ગાડી લગભગ 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી અને આ ઘટનાને પગલે 9 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં સુરતના ટુર સંચાલક 36 વર્ષિય યુવકનું પણ મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઇને મૃતકનો પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. મૃતક અંકિતના પરિવારમાં પત્ની અને બે બાળકો સહિત માતા-પિતા અને ભાઇ બહેન છે. શ્રીનગર પોલિસે આ દુર્ઘટના બાદ મૃતક અંકિતના ફોનમાં છેલ્લો નંબર જે ડાયલ હતો તેમાં ફોન કરી આ વાતની જાણકારી આપી હતી.

જે બાદ અંકિતના ભાઇ અને પિતા દિલ્હી માટે રવાના થયા હતા. કારગીલથી સોનમર્ગ તરફ જઇ રહેલ ગાડી 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એક વ્યકિત ઘાયલ છે જે 20 વર્ષનો છે. જે 9 લોકોના મોત થયા છે તેમાંથી બે જમ્મુ-કશ્મીરના છે. જયારે બાકીના અન્ય રાજ્યોના છે. અકસ્માત બાદ પોલિસ, સેના અને બીઆરઓના બચાવકર્મી પહોંચ્યા હતા અને 7 લોકોની લાશને બહાર કાઢી હતી. જે બાદ બુધવારના રોજ સવારે બીજા બેના મૃતદેહોને કાઢવામાં આવ્યા હતા.

એકાએક બનેલ આ દુર્ઘટનાથી મૃતક અંકિતનો પરિવાર તો શોકમાં ગરકાવ થઇ ગયો છે. માહિતી અનુસાર મૃતકોમાં ત્રણ ઝારખંડ, એક સુરત, એક પંજાબ તથા બાકીના જમ્મુ અને કશ્મીરના રહેવાસી છે. જણાવી દઇએ કે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મૃતકના નિવાસસ્થાને પહોંચી પરિવારજનને સાંત્વના પાઠવશે. ઉલ્લેખનીય છે કે, શ્રીનગર લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અકસ્માત અવાર નવાર થતા રહે છે. તેમાં અસાવધાનીવશ ડ્રાઇવિંગ અને ચાલકની લાપરવાહીને કારણે વાહન ખાઇમાં પડે છે અને યાત્રિકોની મોત થઇ જાય છે.

છેલ્લા દિવસોમાં પણ એક વાહનના ખાઇમાં પડવાને કારણે એક ટેંકર ચાલકની મોત થઇ ગઇ હતી.આ તેલ ટેન્કર શ્રીનગર લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા દર્રેથી ગુજરી રહ્યુ હતુ.આ દરમિયાન જોજિલા પાસે અચાનક ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યુ અને વાહન રસ્તા પરથી ઊંડી ખાઇમાં પડ્યુ. સાનમર્ગ પોલિસ અને સ્થાનિક લોકો દ્વારા ચાલને ખાઇતી બહાર નીકાળી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બાદ પોલિસે આ સંબંધમાં મામલો દર્જ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

Shah Jina