દીકરીનું કારસ્તાન: સુરતમાં દીકરીએ જ માતા-પિતા સાથે ન કરવાનું કર્યું, પ્રેમીના પિતાએ જ મેડિકલમાં જઈને…

સુરતમાં લફરામાં આંધળી બનેલી દીકરીએ આખા પરિવારનો જીવ જોખમમાં મુક્યો, એવો કાંડ કર્યો કે…

આજના યુવક યુવતીઓ પ્રેમમાં એટલા આંધળા બની જાય છે કે તેમને પોતાના પરિવારનું પણ સુખ  દુઃખ દેખાતું નથી,  ઘણા પ્રેમીઓ પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાના પરિવારજનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, એવી જ એક ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે. જેમાં દીકરીએ પ્રેમી સાથે ભાગી જવા માટે પરિવારને ઘેનની દવા નાખીને પરોઠા ખવડાવી દીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ડિંડોલી વિસ્તારના એક પરિવારમાં રહેતી દીકરીએ પ્રેમમાં પાગલ બનીને એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ દીકરીએ પહેલા તેના માતા પિતાને પરાઠાની અંદર ઊંઘની દવા ભેળવીને ખવડાવી દીધી અને પછી તેના પ્રેમીને ઘરે બોલાવી તેની સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હતા.

જ્યારે તે યુવતીના માતા પિતાને ભાન આવ્યું ત્યારે તેમને સમગ્ર ઘટના ખબર પડી હતી અને તેના બાદ તેમને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ નોંધાવી હતી. જેના બાદ પોલીસે ગણતરીના સમયમાં જ તેમની દીકરીને ઝડપી લઈને તેમની સામે હાજર કરી હતી, પરંતુ ત્યારબાદ દીકરીએ તેના પ્રેમી સાથે જ રહેવાનું જણાવતા યુવતીના પિતાએ ભગાડી જનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવતીએ 10 ધોરણ સુધીનો જ આભ્યાસ કર્યો છે, અને તેને તેની જ સોસાયટીમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, આ પહેલા પણ તે યુવક સાથે ભાગી ગઈ હતી, પરંતુ પરિવારના સભ્યો દ્વારા તેને સમજાવીને પાછી પણ લાવવામાં આવી હતી.

ત્યારે ફરી એકવાર ગત 12 સપ્ટેમ્બરના રોજ યુવતી એ સાંજે તેના પરિવાર માટે આલુ પરાઠા બનાવ્યા હતા, જેની અંદર તેને ઘેનની દવા નાખી દીધી હતી, જેના બાદ આ પરોઠાને ખાતા તેનો પરિવાર સુઈ ગયો હતો, જયારે સવારે જાગ્યા ત્યારે તેમને ચક્કર આવી રહ્યા હતા, તેમને દીકરીની તપાસ કરી પરંતુ તે ઘરમાં ક્યાંય મળી નહિ, જેના બાદ અગાઉ જે યુવક સાથે ભાગી ગઈ હતી તેના ઘરે જઈને તપાસ કરતા યુવક પણ ઘરે નહોતો. જેના બાદ યુવતીના પરિવારજનોએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સ્ટેશનમાં યુવતી, તેનો પ્રેમી યુવક અને યુવકના માતા-પિતા હાજર હતા. પોલીસને યુવતીએ લગ્ન કરી લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા હતા. જેથી દીકરીને સમજાવી હતી. જોકે, યુવતીએ જણાવ્યું હતું કે, જેની સાથે તે ભાગી ગઈ હતી તે બંને એક બીજાને પ્રેમ કરીએ છીએ. યુવકના પિતાના કહેવાથી મેડિકલમાંથી ઘેનની ગોળીઓનો ભુક્કો પરાઠામાં નાખી ખવડાવ્યા હતા. રાત્રીના સમયે ઘેનમાં સૂઈ જતા સોસયટીમાં જ ઉભેલા યુવક અને તેના પિતા સાથે બાઈક ઉપર બેસી ભાગી ગઈ હતી.

Niraj Patel