સુરતના વરાછામાં અમાનવીય કૃત્ય ! પુત્રવધુએ 85 વર્ષના સાસુને ઢોર માર માર્યો, વીડિયો જોઇ કાળજુ કંપી ઉઠશે

ઘોર કળયુગ: પુત્રવધુએ સાસુમાં ને છુટ્ટા હાથે માર્યો ઢોર માર, ઘરમાં 3 દીકરા હોવા છતાં માતાને રાખવાની પાડી દીધી ના, આવા દીકરાઓ શું કામના? જાણો સમગ્ર મામલો

તમે ઘણીવાર સાસુ-વહુના ઝઘડાના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, વહુ દ્વારા વૃદ્ધ સાસુને માર મારવામાં આવે અને તેમને ઘરમાં ગોંધી રાખવામાં આવે ? આવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો હતો. સુરતના વરાછા કમાલપાર્ક સોસાયટીમાં રહેતા એક વૃદ્ધાને તેમની વહુના ત્રાસથી વરાછા પોલીસે છોડાવ્યા હતા અને માનવતાનું ઉમદું કાર્ય કર્યું હતુ. વયોવૃદ્ધ સાસુને ફ્લેટની બાલ્કનીમાં ગોંધી રાખી વહુ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, વહુ કેવી નિર્દય રીતે સાસુને માર મારી રહી છે. પતિના મોત બાદ વૃદ્ધાના ત્રણ બાળકો 3-3 મહિના માતાને રાખી તેનું પાલન પોષણ કરતા.

જોકે ત્રીજા નંબરના પુત્રની વહુએ સાસુ પર અત્યાચાર ગુજાર્યો અને લાફા તેમજ મુક્કા મારતો વીડિયો સામે આવ્યા બાદ ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે. આની જાણ થતા પોલિસ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા છે. ઘટનાની વિગત જોઇએ તો, સુરતના વરાછાના કમલપાર્ક સોસાયટીના ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 85 વર્ષિય વૃધ્ધાને તેમની 60 વર્ષની વહુ દ્વારા વારંવાર માર મારવામાં આવતો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો સામેની બિલ્ડીંગમાથી કોઇએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો અને એક મહિલાને આપ્યો હતો.

જે બાદ આ મહિલાએ તરત જ પોલીસને જાણ કરી અને પોલીસે વૃધ્ધાને બચાવ્યા હતા. કાંતાબેન સોલંકી મૂળ ભાવનગર ના તળાજાના રાજપરા ગામના વતની છે અને તેઓ તેમના પતિ સાથે છ એક મહિના પહેલા તો વતનમાં રહેતા હતા. પતિના અવસાન બાદ તેઓ સુરત આવ્યા અને તેમને ત્રણ દીકરાઓ છે. બે દીકરાઓએ તો તેમને રાખવાની ના પાડી તો તેઓ દીકરા ભરતના ઘરે ત્રણ માસથી રહેતા હતા. તેમને રોજીંદી ક્રિયામાં પણ તકલીફ થતી હતી. ભરતની પત્ની તરૂણાને ન ગમતુ હોવાથી તે સાસુ સાથે ઝઘડો કરી મારઝુડ કરતી હતી.

કાંતાબેને કહ્યું કે સાહેબ વહુને જવા દો, એ તો મારી વહુ છે. પોલીસે ઘરે વૃદ્ધાશ્રમ ચલાવતા કોર્પોરેટર મધુબેન ખેનીને ત્યાં કાંતાબેનને રહેવાની વ્યવસ્થા કરી હતી. એક મહિવા દ્વારા વૃદ્ધાને છોડાવવાની રજૂઆત કરવામાં આવી બતી અને એટલે જ પી.આઈની સૂચનાને આધારે વરાછા પોલીસ સ્ટેશનની SHE TEAM મહિલા પોલીસ કર્મચારીઓએ સ્થળ પર જઇ તપાસ કરી ત્યારે આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં વૃદ્ધ મહિલાને વહુ હેરાન પરેશાન કરતી હોય તેવી માહિતી મળી.

જે બાદ વૃદ્ધાની અને પુત્રવધૂની પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી, જે બાદ આ મામલો સામે આવ્યો. પોતાના પરિવારજનો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી નહી કરવા પોલીસને વૃદ્ધાએ રજૂઆત કરી અને તે ધ્યાને લેતા વહુ તેમજ તેમના પૌત્રની બાહેંધરી લીધી અને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં 14ના કોર્પોરેટર મધુબેન ખેની જે વૃદ્ધાશ્રમ ચલાવે છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને વૃદ્ધ મહિલાની હકીકતથી વાકેફ કરી વૃદ્ધાશ્રમમાં આશરો આપવાની વાત કરી.

Shah Jina