ગુજરાતના આ શહેરોમાં સ્મશાનોની ચીમનીઓ પણ પીગળી રહી છે, સતત 24 કલાક સુધી ચાલી રહ્યા છે અગ્નિ સંસ્કાર

કોરોનાની બીજી લહેર સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બની રહી છે ત્યારે ગુજરાતના પણ ઘણા શહેરોમાં હાલત કફોળી બનતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં આવતા દૃશ્યો હચમચાવી દે તેવા છે, ત્યારે કેટલાક સ્મશાનોની બહાર પણ મૃતદેહોને બાળવા માટે લાઈનો લાગેલી છે અને વેઇટિંગ પણ બોલાઈ રહ્યા છે.

ગુજરાતની અંદર સૌથી દયનિય હાલત સુરતમાં થઇ રહી છે. સુરતની અંદર મુખ્ય ત્રણ સ્મશાન ગૃહ આવેલા1 છે. રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરા સ્મશાન ગૃહ. આ ત્રણેય સ્થળો પર 24 કલાક લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે.

ત્યારે સતત 24 કલાક સુધી લાશોના અંતિમ સંસ્કાર કરવાના કારણે સ્મશાન ગૃહમાં બનેલી ચિતાની ભઠ્ઠીઓ પણ પિગળી ગઇ છે. ગત 8-10 દિવસથી સતત લાશો આવી રહી છે. શબ વાહિની પણ ખાલી હોતી નથી. એવામાં ઘણીવાર પ્રાઇવેટ વાહનોમાં પણ લાશ લઇને અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં હતા.

સુરતના સ્મશાન ગૃહોમાં સતત મૃતદેહો આવી રહ્યા છે જેના કારણે વેઇટિંગ પણ બોલાઈ રહ્યું છે. સુરતમાં છેલ્લા 14 વર્ષથી ખાલી પડેલા પાલ એક્વેરિયમની પાછળના ભાગે તાપી નદીના કિનારે આવેલી કૈલાસ મોક્ષધામ સ્મશાન ગૃહને પણ ફરી શરુ કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે 50 મૃતદેહોના અંતિમ સંસ્કાર થઇ શકે છે.

24 કલાક સ્મશાન સ્થળ પર અગ્નિ સંસ્કાર કરનાર ગેસની ભઠ્ઠીઓ ચાલુ રહે છે. તેના લીધે ભઠ્ઠીની ગ્રિલ સુધી પિગળી ગઇ છે. સુરતના તમામ સ્મશાન ગૃહ ગેસ ભઠ્ઠીની ગ્રીલ પિગળી ગઇ છે.

સુરતમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનના પ્રમુખનું કહેવું છે કે દરરોજ 100 લાશો અંતિમ સંસ્કાર માટે આવી રહી છે. તેના લીધે 24 કલાક ગેસની ભઠ્ઠીઓ ચાલી રહી છે. તે બંધ રહેતી નથી. ગરમ થતાં ગેસની ભઠ્ઠીઓ પર લાગેલી એંગલ પણ પીગળી ગઇ છે.

Niraj Patel