આ કાળમુખો કોરોના સુરતના 13 વર્ષના દીકરાનો જીવ લઇ ગયો, લક્ષણોને લઈને મોટો ખુલાસો

વિશ્વભરમાં કોરોના પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે, કોરોનાના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પહેલા કોરોના મોટી ઉંમરના લોકોને પોતાનો શિકાર બનાવતો હતો પરંતુ આ બીજા ચરણની અંદર કોરોના કોઈને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

હાલ મળતી ખબર પ્રમાણે સુરતમાં એક 13 વર્ષનું બાળક કોરોના સામેની જંગ હારી ગયું અને તેને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે. આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા, તે છતાં પણ તે કોરોના સંક્રમિત હતો અને સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછામાં આવેલ ભવાની હાઈટ્સમાં રહેતા ભાવેશભાઈ કોરાટ જે એમ્બ્રોડરી મશીનનું કારખાનું ચલાવે છે તેમનો 13 વર્ષીય દીકરા ધ્રુવની તબિયત રવિવારના રોજ ખરાબ થઇ હતી. ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામ આવ્યો હતો જે પોઝિટિવ આવતા પરિવાર પણ ચિંતામાં આવી ગયો હતો.

ધ્રુવ પોઝિટિવ આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પાંચ જ કલાકની સારવાર બાદ ધ્રુવ કોરોના સામે હારી ગયો હતો અને તેનું પ્રાણ પંખેરું સારવાર દરમિયાન ઉડી ગયું હતું.

ચોંકાવનારી વાત તો એ છે કે ધ્રુવની અંદર કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. જો તેનામાં સામાન્ય લક્ષણો પણ હોત તો તેની સારવાર વહેલીતકે થઇ શકી હોત, પરંતુ આ કોરોનાની ગંભીરતા બતાવી રહ્યું છે.

પરિવારે પોતાનો વ્હાલસોયા દીકરાને ગુમાવતા શોકનું વાતાવરણ વ્યાપે ગયું છે. સુરતની અંદર હાલ કોરોના ખુબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે. એક બીજું 10 વર્ષનું બાળક પણ સારવાર હેઠળ છે.

Niraj Patel