સુરતમાં યુવકોને ભારે પડ્યુ મહિલાના ગળામાંથી ચેન ખેચવું, મહિલાએ કર્યુ એવું કે તમે પણ તેની હિંમતને જોઇને કહેશો વાહ…

ગુજરાત : સુરત શહેરના વેસુમાં પોદાર રેસિડેન્સી પાસેથી એક મહિલાને પસાર થતી જોઇ 3 ઇસમો તેના પર નજર રાખી બેઠા હતા અને તેઓ ચેઇન સ્નેચિંગ કરવાના ઇરાદામાં હતા. આ યુવકોએ મહિલાની આગળ ઊભા રહી ચેન ઝૂંટવાનો પ્રયાસ કર્યો અને આ મહિલાએ હિંમતથી તેમનો સામનો કર્યો પરંતુ બે ઇસમો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી હતી.

સુરતમાં ગુનાખોરી વધી રહી છે અને તેમાં પણ આવી ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. ત્યારે હાલ સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કેપિટલ લાઇફ પાસે બાઇક પર સવાર થઇ આવી રહેલ 2 યુવકોમાંના એકે મહિલાના ગળામાંથી ચેન તોડી જઇને ભાગવા જતા ત્યારે જ મહિલાએ હિંમત બતાવી અને ઇસમને ધક્કો માર્યો તેમજ ઇસમો બાઇક પરથી નીચે પડ્યા હતા અને મહિલાએ બૂમાબૂમ કરી તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

આસપાસના લોકો અને સિક્યોરીટી ગાર્ડને આવતા જોઇ બે ઇસમો ભાગી ગયા હતા અને એક ઝપેટમાં આવી ગયો હતો, જેને પોલિસના હવાલે કરાયો હતો. આવી ઘટનાને લઇને હવે આસપાસના લોકોમાં ખાસ કરીને ચિંતા ફેલાઇ ગઇ છે. તમે પણ જુઓ વીડિયો…

Shah Jina