સુરતમાં પઠાણી ઉઘરાણીથી કંટાળેલા મોબાઈલના વેપારીએ ફેસબુકમાં લાઈવ કરીને ઝેરી દવા ગટગટાવી, સ્યુસાઇડ નોટ પણ મળી આવી

“આ તમામ લોકો મારા મોતનાં જવાબદાર હશે. તેમજ આ લોકોનાં ત્રાસથી હું જીવન ટૂંકાવુ છું.” ફેસબુકમાં લાઈવ આવીને સુરતના વેપારીએ ઝેરી દવા ગટગટાવી, જુઓ

Surat businessman’s suicide attempt : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જયક કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતું હોય છે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે તો ઘણીવાર વ્યાજખોરના ત્રાસના કારણે પણ કેટલાય લોકો મોતને વહાલું કરી લીધું હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક યુવકે પઠાણી ઉઘરાણીથી કંટાળીને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો.

સ્યુસાઇડ નોટમાં લખ્યા નામ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા કોસંબા વિસ્તારમાં એક મોબાઈલની દુકાન ચલાવતા યુવકે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા ચકચારી મચી ગઈ હતી. યુવકનું નામ અમીન મુલતાની છે અને તે તતકલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેને 10 જેટલા વ્યાજખોરોના નામ પણ લખ્યા છે અને તેમનો ત્રાસ હોવાની વાત પણ કરી છે.

પઠાણી ઉઘરાણીથી હતો પરેશાન :

ત્યારે પોલીસમાં આ મામલે અનેક અરજીઓ થઇ હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના કરી હોવાના પણ વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકે ઝેરી દવા ગટગટાવતા પહેલા ફેસબુક પર આવીને લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ પણ કર્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે “હું ઘણા સમયથી કોસંબા મુકામે રહુ છું અને મોબાઈલની દુકાન ચલાવું છું. થોડા સમય પહેલા મને પૈસાની જરૂર હોઈ મેં બે-ત્રણ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ”

ફેસબુકમાં કર્યો લાઈવ વીડિયો શેર :

વીડિયોમાં તે આગળ જણાવી રહ્યો છે કે, “,તેની ઉપરની રકમનાં પૈસા મેં આપ્યા છે. તેમ છતા પણ આજની તારીખમાં તેઓ મારી પાસે અવાર નવાર પૈસાની માંગણી કરે છે. મેં એ લોકો પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા. ત્યારે હાલમાં તેઓ મારા ત્રણ ત્રણ લાખ રૂપિયાનાં ચેક બાઉન્સ કરે છે. અને ત્રણ લાખ રૂપિયા માંગે છે તો હવે હું કેવી રીતે આપું. પૈસા આપી આપીને થાકી ગયો છું. કાલે સાફીર અક્તર પઠાણે મારી સાસરીમાં ફોન કરીને મારા વિશે ઉધું સીધું કીધું છે. અમારા પૈસા લઈ લીધા છે. તેમ કહી મારૂ ઘર તોડાવવાનો પ્રયત્ન કર્યો.”

મોત માટે જવાબદાર ગણાવ્યા વ્યાજખોરોને :

તેને વીડિયોમાં વ્યાજખોરોના નામ સાથે જણાવ્યું કે, “નાસીર રહીમ શેખ પણ થોડા સમય પહેલા મને રસ્તામાં રોકીને કહ્યું હતું કે, તે જે અમારા પર એફઆઈઆર કરી છે. તે પરત લઈ લે. નહી તો તારા હાથ ટાંટીયા તોડી તને ગાયબ કરી દઈશું. બાબા અશરફ શેખ એવું કહે છે કે તું મરી જઈશને તો તારી કબર પર આવીને પણ પૈસા લઈ જઈશું. સાફીન અખ્તર પઠાણ પણ અવાર નવાર ચાલુ ગાડીએ મને અપશબ્દો બોલીને જાય છે. આ બાબતે મેં ઘણી વખત કોસંબા પોલીસ મથકે અરજી કરી પણ મને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. આ લોકો અવાર નવાર મારી દુકાને આવીને ધમાલ કરે છે. આ તમામ લોકો મારા મોતનાં જવાબદાર હશે. તેમજ આ લોકોનાં ત્રાસથી હું જીવન ટૂંકાવુ છું.”

Niraj Patel