સુરતમાં ચાર ચાર સંતાનોનો પરિણિતએ 17 વર્ષની કુમળી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, પોલીસે લવ જેહાદનો…

સુરતનો ચાર બાળકોનો બાપ અબ્દુલ 17 વર્ષની હિંદુ ભોળી સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને આજેમર ભાગી ગયો, પછી પોલીસે….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં અન્ય ધર્મના યુવકો દ્વારા હિન્દૂ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં હવે લવ જેહાદનો કાયદો પણ લાગુ પડી ગયો છે અને તે અંતર્ગત ઘણા કેસ પણ નોંધાઈ ચુક્યા છે. હાલ સુરતમાંથી જ એક એવી ચકચારી ભરેલી ઘટના સામે આવી છે જેમાં એક ચાર બાળકોના પિતાએ ભોળી ભાળી 17 વર્ષની સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરા હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતી હતી. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તે આર્થિક રીતે તેના પરિવારને મદદ પણ કરી રહી હતી. નોકરી કરવા માટે આ સગીરા રોજ લાજપોર ગામના જુમ્મા મસ્જિદ ફળિયામાં રહેતા 48 વર્ષના અબ્દુલ હમીદ હાસીમ મઢીની રિક્ષામાં જતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ દરમિયાન અબ્દુલે કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી . 8 ઓક્ટોબરના રોજ મોડી રાત સુધી પણ સગીરા ઘરે પરત ના ફરતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી. જેના બાદ પોલીસમાં ફરિયાદ નોધાવવામ આવી હતી. તો બીજી તરફ રીક્ષા ચાલાક પણ સવારથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું અને તેનો ફોન પણ બંધ આવતા મામલો શંકાસ્પદ બન્યો હતો. જેના કારણે સચિન પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 48 વર્ષના રીક્ષા ચાલકના ચાર સંતાનો પણ છે, જેમાંથી તેની બે દીકરીઓના લગ્ન પણ થઇ ગયા છે. રીક્ષા ચાલક અને તરુણીના મોબાઈલ ફોનના કોલ ડિટેઇલના આધારે પોલીસે તપાસ આરંભી હતી.  આ દરમિયાન આરોપી રીક્ષા ચાલાક ટ્રેન મારફતે સગીરાને અજમેર ભગાડી ગયો હોવાનું સામે આવ્યું હતું, જેના બાદ પોલીસે સર્વેલન્સ આધારે આરોપીને અજમેરથી ઝડપી પાડ્યો હતો અને 17 વર્ષીય સગીરાને મુક્ત કરાવી હતી. આ અંગે અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Niraj Patel