જિંદગીથી કંટાળીને સુરતના યુવકે તાપી નદીમાં લગાવી દીધી મોતની છલાંગ, વીડિયો થઇ ગયો મોબાઈલમાં કેદ

ઘણા લોકો પોતાની જિંદગીથી કંટાળીને મોતને વહાલું કરી લેતા હોય છે. આજકાલ આવા ઘણા કિસ્સાઓ સમાચારમાં સાંભળવા મળતા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

સુરતમાં રહેતા એક યુવકે તાપી નદીની અંદર મોતની છલાંગ લગાવી, જેનો વીડિયો એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજને અડીને આવેલા અંબોલીમાં તાપી નદીની અંદર 25 ફેબ્રુઆરીના રોજ એક યુવક નદીના પુલ ઉપરથી છલાંગ લગાવતો જોવા મળે છે.  તેને એક વજનદાર બેગ પણ સાથે રાખી છે.

યુવકના મોતનો આ લાઈવ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પહેલા પુલ ઉપર ઉભો રહે છે, તેની પાછળથી ટ્રક પણ જઈ રહી છે મોબાઈલમાં વીડિયો ઉતારી રહેલ વ્યક્તિ પણ તેને બૂમ પાડીને ચેતવે છે, પરંતુ તે પુલ ઉપરથી સીધી જ છલાંગ લગાવીને તાપીમાં કૂદકો મારી રહ્યો છે.

જોકે આ ઘટના અંગે હજુ કોઈ પાકી માહિતી મળી નથી. આ યુવક કોણ છે અને તેને આ પગલું શા કારણે ભર્યું હશે તે પણ જાણી શકાયું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે અને આસપાસથી ગુમ થયેલા યુવકો વિશેની પણ પુછપરછ શરૂ કરી છે. પોલીસને હજુ તાપીમાંથી કોઈ લાશ પણ મળી નથી. વધુ માહિતીની રાહ જોવાય છે.

Niraj Patel