સુરતમાં 22 વર્ષિય યુવકે એક ભૂલ કરી અને થયું મૃત્યુ, આખું ગામ ચોધાર રડી પડ્યું

ફોટો લેવાના શોખીનો ચેતી જજો: કાકરાપર ડેમ પાસે એક ભૂલ કરી અને યુવક ડૂબીને તડપી તડપીને મર્યો, મિત્રો સાથે ફરવા જતા…

ઘણીવાર ગુજરાતમાંથી અનેક અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે યુવાઓનો શોખ તેમના પર જ ભારે પડી જતો હોય છે અને તેઓ પોતાના શોખને કારણે જીવ પણ ગુમાવી દેતા હોય છે. આજકાલ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. ખાસ ફોટો ક્લિક કરવા માટે તેઓ મોટું જોખમ પણ લઇ લેતા હોય છે. પરંતુ ક્યારેક આવું કરવું ઘણું મોંઘું પડી જાય છે અને સેલ્ફીનો ક્રેઝ ક્યારેક મોતનું કારણ પણ બની જાય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

Image source

જેમાં એક યુવાન કાકરાપાર ડેમ પર ફોટોગ્રાફી કરવા ગયો હતો અને આ દરમિયાન તે જયારે ડેમ પર ઊભો હતો ત્યારે જ તેનો પગ લપસી ગયો હતો અને તે નહેરના વહેણમાં ખેંચાઇ ગયો હતો. ઘટના જોઇએ તો,  મૂળ બનાસકાંઠાનો અને હાલમાં કામરેજના વેલંજા ગામે રહેતો હિતેશ રબારી કે જે 22 વર્ષનો છે તે મિત્ર કૃણાલ પટેલ, આકાશ અને દિલીપ તેમજ ચેતન સાથે કાકરાપાર ડેમ જોવા આવ્યો હતો. કાકરાપાર ડેમ પર મિત્રો ફોટા પડાવી રહ્યા હતા.

ત્યારે જ હિતેશડેમની પાળ પર ઉભેલો હતો અને અચાનક પગ લપસી જતાં તે ડેમના પાણીમાં પડ્યો હતો. આ જોતા જ તેના મિત્રો બૂમાબૂમ કરવા લાગ્યા હતા પરંતુ લોકો આવે તે પહેલા ડેમની ડાબા કાંઠાની નહેરના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલિસને કરાતા પોલીસના માણસો સાથે કાકરાપર અણુ મથકના તળાવ તથા આજુબાજુમાં ભારે શોધખોળ કર્યા બાદ વાંકલા ગામની સીમમાં ટેકરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેન માંથી હિતેશની લાશ મળી આવી હતી.હાલ તો પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina