સુરતમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા ગઈ ને નીચે પટકાઈ, તસવીરો જોઈને ધ્રુજી જશો, જુઓ કોમેન્ટમાં
ગુજરાતમાંથી ઘણીવાર રહસ્યમય મોતના અને અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી આવો એક મામલો સામે આવ્યો. ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાઇ અને તેનું મોત થયુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ગેલેરીમાંથી નીચે પટકાઇ તે પરણિતાની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય એવી શક્યતા નથી. આ માટે થઇને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
એવું પણ સામે આવ્યુ છે કે મૃતકે થોડા દિવસો પહેલાં હાથની નસ પણ કાપી હતી અને આ માહિતી તેના પતિએ જણાવી. જો કે હાલ તો આ મામલે ડીંડોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષીય કાજલ ચાંદેકર સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સી ખાતે પરિવાર સાથે રહેતી હતી. તેના પરિવારમાં પતિ અને સાસુ-સસરા તેમજ દિયર છે.
કાજલે શ્યામ ચાંદેકર નામના યુવક સાથે એક વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કર્યાં હતાં. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગતરોજ રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ પરિવાર ઘરમાં હતો અને કાજલ ગેલેરીમાં સૂકવેલી ચાદર લેવા માટે ગઈ અને આ દરમિયાન રહસ્યમય રીતે નીચે પટકાઈ. નીચેથી બૂમાબૂમ થતા પતિ અને પરિવાર નીચે પહોંચ્યો અને તાત્કાલિક 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખસેડી.
જો કે, ચોથા માળેથી પટકાવાને કારણે કાજલના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે આજે સવારે કાજલને મૃત જાહેર કરાઈ. કાજલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાજલના પતિ શ્યામે જણાવ્યું કે, કાજલ નીચે કેવી રીતે પટકાઈ એ અંગે કંઈ જાણ નથી. પણ કાજલની હાઈટથી થોડી નીચે ગેલેરીની જાળી એટલે ચાદર લેવા જતા પટકાય એવી સ્થિતિ નથી.
એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામના પ્રેમ લગ્ન થયા હતા. બંને ખૂબ જ સારી રીતે રહેતાં હતાં. બંનેના પરિવાર પણ લગ્ન માટે સહમત હતા. બંનેની ઈચ્છા હોવાથી લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત 15 માર્ચના રોજ હલ્દી સેરેમની પણ કરવામાં આવી. કાજલના પતિએ આગળ જણાવ્યુ કે કાજલને માઈગ્રેનની તકલીફ હોવાથી તે કોઈ પણ વાતમાં જલદી ગુસ્સે થઈ જતી હતી. ગતરોજ એવી કોઈ ઘટના પણ બની ન હતી. આ પહેલાં તેણે હાથની નસ પણ કાપી હતી.