સુરતમાં બે સગા ભાઇઓનો મજબૂરીએ લીધો જીવ, રત્નકલાકાર તરીકે કામ કરતા બે યુવકોએ અનાજમાં નાખવાની દવા પી કર્યો આપઘાત
ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાંથી બે સગા ભાઈઓએ આપઘાત કર્યો હોવાની ખબર સામે આવી રહી છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને તેઓએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કરી લીધો.
બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું. મૃતકોની ઓળખ હિરેન ચંદુભાઈ સુતરિયા અને પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા તરીકે થઇ છે. સંબંધીએ જણાવ્યુ કે, સંબંધીના જણાવ્યા અનુસાર બન્ને ભાઈએ હોમલોન લીધી હતી.
રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા આ ભાઇઓએ ઘરે જ આ પગલું ભર્યુ હતું. પરિવારમાં બંને ભાઈની પત્ની અને માતા છે. સંબંધીએ કહ્યુ કે- ફોન આવ્યો ત્યારે અમને પણ આશ્ચર્ય થયું હતું, મન નહોતુ માનતુ કે આ લોકો આવું પગલું ભરી શકે. આર્થિક સંકડામણનું કારણ હોય એવું ન કહી શકાય, પણ બંને પર હોમલોન હતી એ ખબર છે.
બંને ભાઈઓ હીરાની બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં તો બંનેના આપઘાતનું કાર હોમ લોન કહેવામાં આવી રહ્યુ છે.બંને ભાઈઓના એકસાથે આપઘાતને પગલે પરિવાજનો પણ ઘેરા આઘાતમાં સરી પડ્યાં છે.