વાલીઓને ચેતવતો કિસ્સો ! સુરતમાં 10 વર્ષના બાળકે ટૂંકાવ્યું જીવન- પરિવારે ગુમાવ્યો વ્હાલસોયો

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, સુરતમાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો- તસવીરો જોઈને રડી પડશો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, નાનાથી લઇને મોટેરાઓ સુધી નાની-મોટી વાતમાં આપઘાત કરી લે તેવા બનાવ ઘણા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષના બાળકને માઠું લાગી આવતા તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સીલીંગમાં લગાવેલા હુકમાં બાંધેલ દોરડા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ત્યારે નાનકડા વ્હાલસોયાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, પાંડેસરામાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતા અવધેશભાઇ લુમ્સના ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો નાનો દીકરો 10 વર્ષિય યશ ઘરની નજીક આવેલ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતો હતો.

ત્યારે ગતરોજ યશ અને તેનો ભાઈ બંને સાંજે સોસાયટીમાં રમવા ગયા અને ત્યારબાદ ઘરે આવ્યા. જો કે, અચાનક જ યશે રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઇ લીધો. મોટાભાઈએ દરવાજો ખખડાવતા યશે ખોલ્યો નહિ અને આ પછી દરવાજો ખોલી અંદર પ્રવેશતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો. આ મામલાની જાણ પિતાને થતા તેઓ તાત્કાલિક દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

File Pic

તબીબો પણ માત્ર 10 વર્ષના બાળકના આપઘાતની ઘટનાથી ચોંકી ગયા હતા. હાલ તો આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ એવું કહેવાઇ રહ્યુ છે કે બે ભાઈઓ વચ્ચે કોઈ વાતે તકરાર અથવા તો પરિવારમાં કોઈ તકરાર હોઇ શકે, જેને કારણે બાળકે આવેશમાં આવીને આ પગલું ભર્યું હોય.

Shah Jina