આસારામ રેપ કેસમાં મોટા સમાચાર: 11 વર્ષમાં પહેલીવાર સુપ્રિમ કોર્ટે આસારામને…

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામના સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો, આ દરમિયાન સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્રને ગુજરાત હાઈકોર્ટે બીમારીને કારણે મળવાની મંજૂરી આપી હતી. ANI અનુસાર, સુપ્રીમ કોર્ટે 2013ના રેપ કેસમાં આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપતાં કેટલીક શરતો પણ લાદી.

જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર મુક્ત થયા પછી અનુયાયિઓને મળશે નહિ. આસારામને 2013માં યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેની સામે કલમ 376 (બળાત્કાર) અને કલમ 377 (અકુદરતી કૃત્યો) હેઠળ હેઠળ કેસ નોંધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો જોધપુરમાં આશ્રમમાં અભ્યાસ કરતી એક સગીર બાળકી સાથે સંબંધિત હતો.

આસારામને છેલ્લા 5 મહિનામાં ત્રણ વખત પેરોલ મળી ચૂક્યા છે.વર્ષ 2024ના અંતમાં આસારામને તબિયત સંબંધિત સમસ્યાઓના કારણે ત્રીજી વખત પેરોલ મળી હતી. રાજસ્થાન હાઈકોર્ટે 15 ડિસેમ્બરે આ નિર્ણય આપ્યો હતો, જેમાં તેને તબીબી કારણોસર પેરોલની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ તેને નવેમ્બરમાં 30 દિવસ અને ઓગસ્ટમાં 7 દિવસની પેરોલ મળી હતી. આસારામને બ્લૉકેજ સહિત અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. જણાવી દઇએ કે, આસારામને સુરતમાં તેના આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કારના કેસમાં 31 માર્ચ સુધી જામીન મળી ગયા છે.

જો કે, આસારામ એક સગીર સાથે બળાત્કારના ગુનામાં પણ દોષિત હોવાથી તે જેલમાંથી બહાર આવે તેવી કોઈ શક્યતા નથી. હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. જામીન છતાં આસારામ બહાર નહીં આવી શકે. રેપ કેસ ગાંધીનગર પાસેના આસારામના આશ્રમમાં રહેતી એક મહિલાએ નોંધાવ્યો હતો. જામીન પર ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે આસારામ તેના અનુયાયીઓને મળી શકશે નહીં અને કેસના પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ પણ નહીં કરી શકે.

Shah Jina