ચીનથી નેપાળ સુધી કંપી ધરતી, ભયંકર ભૂકંપે લીધો 50થી વધુ લોકોનો જીવ
ભૂકંપે સર્જી તારાજી, એકસાથે ધ્રુજી ભારત સહિત પાંચ દેશની ધરતી
મંગળવારની સવાર વિશ્વના ઘણા દેશોમાં ડરામણી હતી. લોકો ગાઢ ઊંઘમાં હતા અને અચાનક ધરતી ધ્રૂજવા લાગી…. મંગળવારે સવારે ચીન અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દક્ષિણ પશ્ચિમ ચીનના શિઝાંગ સ્વાયત્ત ક્ષેત્રના શિગાત્સે શહેરના ડિંગરી કાઉન્ટી પાસે મંગળવારે સવારે 9.05 વાગ્યે (ચીની સમય મુજબ) 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળના સમય અનુસાર મંગળવારે સવારે 6.52 કલાકે રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપના આંચકા કાઠમંડુ સાથે સાથે ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને આસપાસના કેટલાક જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા. ભારતના પણ ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા વધુ હોવાને કારણે અનેક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. સવારે ભૂકંપ આવ્યો હોવાથી લોકો ઘરમાં જ હતા. જોરદાર આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 7 નવેમ્બરના રોજ ચીન, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા. ભૂકંપની અસર ભારતના નેપાળ, ભુતાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. તેની સૌથી વધુ અસર તિબ્બત (તિબેટ) માં પણ જોવા મળી હતી. ચીનના તિબેટ પ્રાંતમાં આ ભૂકંપને કારણે 95 લોકોનાં મોત થયાં હોવાના જ્યારે 130 ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભારતના ઘણા રાજ્યોમાં ધરતી ધ્રુજી હોવાના અહેવાલો છે. બિહારના મોતિહારી અને સમસ્તીપુર સમેત ઘણા વિસ્તારોમાં સવારે 6.40 વાગ્યા આસપાસ ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે પાંચ સેકન્ડ સુધી ધરતી હલતી રહી. જેનું કેન્દ્ર નેપાળ બોર્ડર પાસે તિબ્બત કહેવામાં આવી રહ્યુ છે, જ્યાં તેની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.
પટનામાં સવારે લગભગ 6.32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શરૂઆતમાં હળવા આંચકા આવ્યા અને આ પછી પૃથ્વી ઝડપથી હલી. સવારે ભૂકંપના આંચકાથી સૂતેલા લોકો જાગી ગયા હતા. ચારે બાજુ ખળભળાટ મચી ગયો હતો. લોકો ઘરની બહાર નીકળી ખુલ્લામાં પહોંચી ગયા હતા. પટના, ગોપાલગંજ, ભાગલપુર અને આસપાસના વિસ્તારોમાં આ ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળના ગોકર્ણેશ્વરથી 3 કિલોમીટર દૂર હતું. ભૂકંપનું કેન્દ્ર ગોકર્ણેશ્વરમાં પૃથ્વીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સવારે 6:37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ લગભગ 15 સેકન્ડ સુધી ચાલ્યું. આ સિવાય જલપાઈગુડીમાં સવારે 6.35 વાગ્યે અને તેના થોડા સમય બાદ કૂચ બિહારમાં પણ આંચકા અનુભવાયા હતા. હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉત્તર પ્રદેશમાં વહેલી સવારથી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જોરદાર ભૂકંપના કારણે ઘણા લોકો જાગી ગયા હતા.
બહાર ઠંડા પવન અને ધુમ્મસનો આતંક હતો. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લખનઉથી ગોરખપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય વારાણસી, ભદોહી, ચંદૌલી, જૌનપુરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી સામે આવી. ચીનના ઝિઝાંગમાં બીજો ઝટકો 7:02 અનુભવાયો. જેની તીવ્રતા 4.7 હતી. આ પછી 07:07 વાગ્યે ત્રીજો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ પણ ચીનના ઝિઝાંગથી જ આવ્યો હતો.
#WATCH बिहार के शिवहर में भूकंप के झटके महसूस किए गए, रिक्टर पैमाने पर 7.1 की तीव्रता वाला भूकंप आज 06:35:16 IST पर नेपाल के लोबुचे से 93 किमी उत्तर पूर्व में आया। pic.twitter.com/GzdTBJxcDC
— ANI_HindiNews (@AHindinews) January 7, 2025