source title:વધુ એક અરમાન મલિક સામે આવ્યો, બંને પત્નીને ખુશ રાખવા વહેંચાયો બે ભાગમાં, રોજ આવી મુશ્કેલીઓ આવે છે!
અરમાન મલિક જેવા બીજા એક વ્યક્તિની કહાની સામે આવી છે, જે બે પત્નીઓને ખુશ રાખવા માટે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. આવી મુશ્કેલીઓનો સામનો તેને રોજ કરવો પડે છે ! જ્યારે લોકો સાંભળે છે કે કોઈ વ્યક્તિની બે પત્નીઓ છે, તો તેમના મનમાં તરત જ અરમાન મલિકનું નામ આવતુ હોય છે. ત્યારે હવે એક અન્ય વ્યક્તિ પણ અરમાન જેવી બે પત્નીઓનો પતિ બન્યો છે.

જોકે, ઘણી વખત આ કારણે બંને પત્નીઓ વચ્ચે મતભેદો પણ સર્જાય છે. આવી સ્થિતિમાં, તેની પત્નીઓએ પોતાના પતિને અડધો-અડધો વહેંચી લીધો છે. એવું લાગે છે કે આ વ્યક્તિને દરરોજ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. યૂટયૂબર અરમાન મલિકને કોણ નથી જાણતું, જેને પોતાની પત્નીની ફ્રેન્ડ સાથે જ પ્રેમ થઈ ગયો અને એક અઠવાડિયાની અંદર જ લગ્ન પણ કરી લીધા. થોડા સમય પહેલા જ તે બંને પત્નીઓ સાથે બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળ્યો હતો.

જો કે, હવે અરમાન જેવો એક બીજો વ્યક્તિ પણ સામે આવ્યો છે. આ વ્યક્તિનું નામ સની રાજપૂત છે, જેને બે પત્નીઓ છે. જો કે તેની પત્નીઓ ક્યારેક ઝઘડે છે, અને આના કારણે તે બે ભાગમાં વહેંચાઈ જાય છે. સનીને વારંવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સની રાજપૂતની પત્નીઓનાં નામ રૂપ રાજપૂત અને માનસી રાજપૂત છે.

આ ત્રિપુટી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને તેમના અંગત જીવન સાથે સંબંધિત વીડિયો શેર કરતી રહે છે. કેટલાક વીડિયોમાં આ લોકો તેમનો પ્રેમ બતાવે છે તો કેટલાક વીડિયોમાં તેમની વચ્ચે જબરદસ્ત લડાઈ જોવા મળે છે. આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે જોઈ શકશો કે સની પોતાની બંને પત્નીઓની વચ્ચે બેઠો છે.

પહેલી પત્ની માનસીએ ઓરેન્જ સાડી પહેરી છે, જ્યારે બીજી પત્ની રૂપ યલો સાડીમાં દેખાઈ રહી છે. બંને વચ્ચે ઝઘડો થાય છે અને બંને પોતાના એકમાત્ર પતિ પર દાવો કરી રહી છે. લડાઈ દરમિયાન બંનેએ સનીના માથા પર માર્કર પેનથી નિશાન બનાવ્યા , જેના પર બંને તરફ કંઈક લખેલું છે. એક કહે છે કે તે પોતાના પતિને પ્રભાવિત થતો બચાવવા માટે તેના હાથ પર કાળું ટીકુ લગાવે છે, જ્યારે બીજી તેને સૂર્ય બનાવે છે. જેવી પહેલી પત્ની તેનાથી દૂર જાય છે, બીજી પત્ની તેના ગાલ પર જોરથી થપ્પડ મારવા લાગે છે.

પરંતુ સનીએ તેમનો માર સહન કરવો પડે છે. વીડિયો શેર કરતાં સનીએ કૅપ્શનમાં લખ્યું છે કે હજી કરો બે લગ્નો. આ વીડિયો જોઈને તમે પણ હસી હસી બઠ્ઠા વળી જશો. જણાવી દઇએ કે, આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો હતો. જો કે સની રાજપૂતે બે લગ્ન કર્યા છે. સની તેની બંને પત્નીઓ સાથે વીડિયો બનાવે છે અને તેની બંને પત્નીઓ એકબીજાને પ્રેમ પણ કરે છે.
View this post on Instagram
