નિકાહમાં અચાનક દુલ્હાના છલક્યા આંસુ, બધા હેરાન- આખરે કેમ ? જુઓ વીડિયો

દરેક ધર્મમાં અલગ-અલગ રિવાજો જોવા મળે છે. પરંતુ દરેક જગ્યાએ એક વસ્તુનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે છે લગ્નની વિધિ. તે દરેક સંસ્કૃતિનો ભાગ છે. દરેક ધર્મમાં લગ્નની અલગ-અલગ પદ્ધતિ હોય છે. આ એક સુંદર લાગણી છે. જેના પછી તમારી આખી દુનિયા બદલાઈ જાય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે પોતાની મુસાફરી શોધવાનો પ્રયાસ કરે છે. જે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ જીવનસાથી મેળવે છે તેના માટે તે સૌથી મોટી ખુશી છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર નિકાહનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે જેમાં એક મુસ્લિમ દુલ્હો પોતાના લગ્નમાં કાઝીને બદલે દુલ્હન પાસેથી જ કબૂલનામુ લે છે. આ પછી દુલ્હો અચાનક રડવા લાગે છે. આ વાયરલ વીડિયો જમ્મુ-કાશ્મીરનો હોવાનું કહેવાય છે. દુલ્હાનું નામ જુનૈન રાથર છે. જુનૈને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કાઝી હાથમાં નિકાહનામા પકડે છે.

જુનૈન તેની દુલ્હનને માઈક પર કહે છે કે 10 લાખનું જે મહેર રાખ્યુ છે તે કબૂલ છે. પણ આ સિવાય બધાને ગવાહ રાખી હું કેટલીક વસ્તુ, મહેર તરીકે રાખવા માગુ છુ. મહેેર તરીકે હંમેશા માટે મારી વફાદારી રહેશે, આ કહેતા કહેતા અચાનક દુલ્હાના આંખમાંથી આંસુ સરી પડે છે.આ પછી તે રોકાઇ જાય છે. જુનૈનને ભાવુક જોઇ કાઝી ગરદન પર હાથ રાખે છે. ત્યારે પાછળથી એક સંબંધી આવે છે અને ખભા પર હાથ મૂકે છે. આ પછી જુનૈને કહ્યું કે હું તને આખી જીંદગી પ્રેમ કરીશ. અલ્લાહ આનો સાક્ષી છે.

ઇન્શાઅલ્લાહ, અત્યાર સુધી તમે મંજૂર ઝહૂર સાહેબની અમાનત હતા, આ પછી ઇન્શાઅલ્લાહ, જિંદગી ભર જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે. તમે ત્યાં સુધી મારી અમાનત રહેશો, શું તમે મારી સાથે નિકાહ કરવા રાજી છો ? જુનૈન તેની દુલ્હન પાસે નિકાહ માટે ત્રણવાર સંમતિ માંગે છે અને દુલ્હન ત્રીજી વખતમાં સંમત થાય છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ આવવા લાગી. એક યુઝરે લખ્યું, ‘માશાઅલ્લાહ, બહેન તમે નસીબદાર છો કે આ સમયમાં આવો છોકરો મળ્યો.’ અલ્લાહ આ પ્રેમને કાયમ રાખે.’

 

View this post on Instagram

 

A post shared by Makeupbynajiba (@shah_najiba)

Shah Jina